આયુર્વેદ અનુસાર:કોરોના બાદ ભાવનગરમાં મેદસ્વીતાના પ્રમાણમાં 18 થી 20 ટકાનો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદ અનુસાર પંચકર્મ, વમન, વિરેચન અને આસનો અત્યંત ફાયદાકારક સાબીત થાય છે

તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓનેસિટી નું નામ બદલીને ગ્લોબેસિટી કરી દેવામાં આવ્યું છે. વિશ્વમાં પહેલા માત્ર પશ્ચિમી દેશોમાં જ જોવા મળતી ઓબેસિટી ધીરે ધીરે હવે ગરીબ કે વિકાસશીલ બધા જ દેશોમાં જોવા મળે છે. કોરોના થી બહાર આવ્યા બાદ સ્ટેરોઇડ્સ, દવાઓ અને બેઠાડા જીવન નાં લીધે ભાવનગર માં પણ મેદસ્વીતા નું પ્રમાણ 18 થી 20 ટકા વધ્યું છે. જેના લીધે વ્યક્તિએ સાજા થયા બાદ ખોરાક અને કસરત અંગે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે.

કોરોના બાદ આયુર્વેદ અનુસાર અયોગ્ય આહાર, વિહાર કે અમુક રોગોના કારણે કફ અને મેદ શરીરમાં વધે છે . મેદ ધાતુનું અપાચન અને તેથી શરીરમાં અપક્વ આમ બને છે, જેના કારણે મેંદોવહ સ્રોતવરોધ, વાયુ માર્ગવરોધ અને તેના કારણે અગ્નિનું બેલેન્સ ખોરવાતા વ્યક્તિને વધુ ને વધુ ભૂખ લાગે છે અથવા ક્યારેક અગ્નિમાંદ્ય પણ થઈ શકે છે અને પછી આહાર નિયંત્રણ રહેતું નથી.

જેથી એડિપોઝ સેલમાં અત્યધિક ફેટ ડિપોઝીટ થઈ મેદસ્વીતા વધારે છે, તેથી શરીરના મસલ્સ,લીવર કે અન્ય અવયવોમાં ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ ઉભું થાય છે, જેના કારણે આગળ જતાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું પૂરેપૂરું જોખમ રહે છે. આમ શરીરમાં સ્થૂળતા સાથે બી.પી, હાર્ટને લગતી બીમારીઓ, માનસિક રોગ વગેરે વધે છે.

મેદસ્વીતા તે એક જટિલ, જો યોગ્ય રીતે મેનેજ ન થાય તો જીવન પર્યંત રહેતો અને સાંપ્રત સમયનો સહુથી મોટો પડકાર રૂપ પ્રોબ્લેમ છે. અને તે દૂર કરવા માટે ડોકટર કે વૈદયના માર્ગદર્શન સાથે વ્યક્તિનો પોતાનો ડાયેટમાં કન્ટ્રોલ, જાતનું નિરીક્ષણ અને ટાઈમ ટેબલ બહુ મોટો રોલ ભજવે છે.

મેદસ્વીતાની સમયે સારવાર કરવી ખૂબ જરૂરી
યોગ્ય સમયે યોગ્ય સારવાર એ બહુ જ જરૂરી વાત છે. તેમાં પણ જિનેટિક ઓબેસિટી એ એક સહુથી અઘરી પરિસ્થિતિ છે , ભારતમાં તેનું પ્રમાણ ઓછું છે , પરંતુ જે કોઈ કેસ છે તેમાં પરીણામ મળતાં જરૂર વાર લાગે છે .અને ચરબી ઘટાડવાના સામાન્ય પ્રયોગો તેમાં બિલકુલ બેઅસર રહે છે.

આયુર્વેદની શોધન ચિકિત્સા એટલે કે પંચકર્મ સારવાર જેમાં વમન, વિરેચન ,લેખન બસ્તિ, ઉદવર્તન,સ્વેદન,ઉપરાંત આયુર્વેદ દવાઓ,આહાર વિજ્ઞાન,પ્રાણાયામ, યોગાસન, વ્યાયામ અને યોગ્ય જીવનશૈલીથી ઓબેસિટી અને તેનાથી આવતા અન્ય શારીરિક અને માનસિક વ્યાધિઓ માટે ઉત્તમ ફાયદો મેળવી શકાય છે.- ડૉ. કાશ્મીરા કોઠારી, આયુર્વેદિક કન્સલ્ટન્ટ

અન્ય સમાચારો પણ છે...