તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:પ્રથમ 3 માસ કરતા બીજા 3 માસમાં 18 ગણા પોઝિટિવ કેસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં કોરોનાનું અર્ધવાર્ષિક ઓડિટ Â પ્રથમ ત્રણ માસમાં 214 અને બીજા ત્રણ માસમાં 3694 પોઝિટિવ કેસ
  • છ માસ થયા બાદ કોરોનાની ધાક વધી, લોકડાઉનમાં નિયંત્રિત કોરોનાના કેસનો અનલોક બાદ થયો મહાવિસ્ફોટ

આવતીકાલ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં મહામારી કોરાનાના પ્રવેશના છ માસ પૂર્ણ થશે. આ છ માસ દરમિયાન કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જ રહ્યો છે તે હકીકત છે. ભાવનગરમાં કોરોનાના ત્રણ માસમાં જેટલા કેસ નોંધાયા તેનાથી 18 ગણા પોઝિટિવ કેસ બાદના ત્રણ માસમાં નોંધાયા છે. જે દર્શાવે છે કે અનલોક બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો રોગચાળો બેકાબુ બન્યો છે જે આજ સુધી નિયંત્રણમાં લઇ શકાયો નથી. કુલ છ મહિનામાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના 3,908 પોઝિટિવ કેસ નોંધાયા તેમાં છેલ્લા ત્રણ માસમાં જ 3,694 જેટલા કેસ નોંધાયા છે. તે દર્શાવે છે કે હવે ગોહિલવાડ પંથકમાં રોગચાળો ભયાવહ ગતિએ આગળ વધી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના પ્રથમ ત્રણ માસમાં જેટલા કેસ નોંધાયા તેટલા કેસ હવે દર પાંચ દિવસે નોંધાય છે !!

ભાવનગર શહેર અને જિલ્લામાં 25 માર્ચના કોરોના પ્રથમ દર્દી કરીમભાઈ શેખનું મોત થતાં બીજા દિવસે તે પોઝિટિવ જાહેર થયા હતા અને ભાવનગર જિલ્લામાં 25 માર્ચથી કોરોનાની મહામારીનો આરંભ થયા બાદ પ્રથમ ત્રણ માસમાં સમગ્ર જિલ્લામાં 214 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે બીજા ત્રણ માસ દરમિયાન 3,908 પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે કોરોના મહામારી ના પ્રથમ ત્રણ માસની તુલનામાં બીજા ત્રણ માસમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સમગ્ર જિલ્લામાં 3,694 કેસનો વધારો થયો છે.

કો-મોર્બીડ મોત સૌથી વિવાદનો વિષય
છેલ્લા છ મહિનામાં આરોગ્ય વિભાગ માટે સૌથી વિવાદનો વિષય બની રહ્યો હોય તો કોરોના સાથે ડાયાબિટીસ, ટીબી, હૃદયરોગ કે અન્ય રોગ હોય અને તેનું મોત થાય તો તેને કોરોનાથી મોત નહીં પણ કો મોર્બીડ મોત કહેવામાં આવે છે. તેની ગણતરી કોરોનાથી મોતમાં ગણાતી નથી. આ ભારે ચર્ચાસ્પદ વિષય છે. કારણ કે લોકોનું માનવું છે કે અન્ય રોગ પણ કોરોનાને લીધે જ દર્દીમાં વકર્યા હોય છે અને તેથી જ મોત થયું હોય છે. એટલે કોરોનાનો ભાગ તો ગણી શકાય. એ રીતે કોરોનાથી મોતના આંકડામાં પણ ભારે અસમતુલા જોવા મળે છે. તાજેતરમાં જ શહેરમાં ચિત્રા અને ગોરડ, એમ બે સ્મશાનમાં ત્રણ માસમાં 400 કોરોનાગ્રસ્ત લોકોના અંતિમ સંસ્કાર કર્યા તેવું જાણવા મળ્યું જ્યારે તંત્ર દ્વારા છ માસમાં કોરોના થી 64 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવે છે.

2 ઓગસ્ટે સૌથી વધુ 72 કેસ મળ્યા
ભાવનગર જિલ્લામાં છેલ્લા છ માસમાં એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ તારીખ 2 ઓગસ્ટના રોજ નોંધાયેલા આ દિવસે સમગ્ર જિલ્લામાં કુલ 72 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં ભાવનગરના શહેરી વિસ્તારમાં 46 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 26 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

કોરોના વધવાના 5 મુખ્ય કારણ
À ભાવનગરમાં સૌપ્રથમ મરકઝમાંથી લોકો પરત આવ્યા, રોગચાળો શરૂ થયો À અમદાવાદ અને સુરત થી મોટા પાયે લોકો ભાવનગર આવવાના શરૂ થયા અને ત્યારબાદ કોરોનાના કેસ ભાવનગર શહેર-ગામડાઓમાં બેકાબુ બન્યા À લોકોમાં હજી પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાતું નથી અને ગમે ત્યાં મોટા પાયે ભેગા થાય છે. À બહારની બિન આરોગ્યપ્રદ ખાણીપીણીનો ચસ્કો વધતો જ જાય છે, ભીડ હોય છે À જાહેર સ્થળો, દુકાનોએ ભીડ હોય છતાં માસ્ક અને સેનિટાઇઝરનો‌ ઉપયોગ થતો નથી.

સરેરાશ 1000 ટેસ્ટમાં 28 પોઝિટિવ દર્દી મળ્યા
જિલ્લામાં 23 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 1,37,742 ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમાં 3,908 દર્દીઓ પોઝિટિવ મળતા દર 1,000 ટેસ્ટે 28.37 પોઝિટિવ દર્દી મળે તેવી સરેરાશ આવી છે.

7835 લોકો હોમ કોરોન્ટાઇન થયા
કોરોનાને છ માસ થયા છે ત્યારે આ રોગચાળો જરા પણ કાબૂમાં આવ્યો નથી આજે પણ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 1,260 લોકો હોમ કોરોન્ટાઇન જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 6,575 લોકો હોમ કોરોન્ટાઇન છે.

શહેરની સ્થિતિ
છેલ્લા છ માસ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2,395 કેસ મળ્યા છે જ્યારે 2,107 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 39 દર્દીઓના આ છ માસના સમયગાળામાં મોત થયા છે.

ગ્રામ્યની સ્થિતિ
છેલ્લા છ માસ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ કુલ 1,513 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1,350 છે તો ૨૫ લોકોના મોત જિલ્લાના તાલુકા કે ગામડાઓમાં થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો