પોલીસ કાર્યવાહી:જુગારના 3 બનાવોમાં 18 શકુનીઓને ઝડપી લેવાયા

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં જુગારના જુદાં-જુદાં બે બનાવોમાં કુલ 15 જુગારીઓને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અકવાડા ગામે અવાણિયા રોડ પર તલાવડી પાસે ટોર્ચના અજવાળે જાહેરમાં જુગાર રમતા નરેશ ઉર્ફે પથુ રતિલાલભાઈ મક‌વાણા, વિશાલ નગીનભાઈ ગોહેલ, સંજય રામજીભાઈ પરમાર, પરબત ભોપાભાઈ મકવાણા, સંદિપ મણિભાઈ સિદ્ધપુરા, પ્રકાશ ભોપાભાઈ રાઠોડ, કિરીટ સખુભા વા‌ળ‌ા (તમામ રહે. ભાવનગર)ને કુલ રૂ.32,980ના મુદ્દામાલ સાથે ઘોઘારોડ પોલીસે તથા મફતનગર ખોડિયાર ચોક પાસે જાહેરમાં જુગાર રમતા અશોક ધુડાભાઈ બારૈયા, રણજીત હનુભાઈ ખોડધા, કલ્પેશ બાબુભાઈ ભોજાણી, ધર્મેન્દ્ર સુરસંગભાઈ જેજરીયા, વજા નાથાભાઈ ખસીયા, ઘનશ્યામ હિરાભાઈ રોકિયા તથા સંજય હનુભાઈ સોલંકી કુલ રૂ.10,890ના મુદ્દામાલ સાથે જ્યારે કુંભારવાડા મોક્ષમંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા ચંદ્રકાંત રાઘવભાઈ પરમાર, નરેશ શિવાભાઈ વાઘેલા, સાજીદ ડેરિશભાઈ સોલંકી, કિસ્મત ધીરાભાઈ ગોહેલ (તમામ રહે. કુંભારવાડા)ને કુલ રૂ.6,770ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...