તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લામાં નવા 18 પોઝિટિવ કેસ, 63 દર્દીઓ સારવારમાં

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,817 થઈ ગઈ
 • ભાવનગર શહેરમાં 13 અને જિલ્લાના ગામડાઓમાં કોરોના પોઝિટિવના નવા પાંચ કેસ આજે નોંધાયા

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવના નવા 13 કેસ મળ્યા હતા જ્યારે જિલ્લાના ગામડાઓમાં કોરોના પોઝિટિવના પાંચ કેસ મળતા આજે એક દિવસમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ ના કુલ 18 કેસ મળ્યા હતા. આજ સુધીમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસની કુલ સંખ્યા 5,817 થઈ ગઈ છે. જ્યારે જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 63 થઈ ગઈ છે.

ભાવનગર જિલ્લામાં આજરોજ 18 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,817 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 11 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 13 કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે 1, સિહોર ખાતે 1, સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે 1 તથા મહુવા ખાતે 2 કેસ મળી 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

જિલ્લામા નોંધાયેલા 5,817 કેસ પૈકી હાલ 63 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,678 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે. ભાવનગર જિલ્લામાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 97.61 ટકા થયો છે.

આજે મહાનગરપાલિકાના 16 તેમજ તાલુકાઓના 6 એમ કુલ 22 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા સ્વસ્થ જણાતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો