લમ્પી વાઇરસ વકર્યો:ભાવનગરમાં છેલ્લા બે દિવસમાં લમ્પી વાઈરસથી વધુ 18 પશુઓના મોત, 299 કેસ નોંધાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી જિલ્લામાં કુલ 6880 કેસ, 484 પશુઓના મોત

ભાવનગર જિલ્લામાં એક દિવસમાં 5 પશુઓના લમ્પી વાઈરસથી મોત થયા અને 132 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુમાં 9 ગામોમાં સંક્રમણ જોવા મળ્યું છે. પોઝિટિવ કેસ વધવા સાથે મોતની પણ વધતા પશુપાલકોમાં ચિંતા વધી રહી છે. છેલ્લા બે દિવસમાં લમ્પી વાઈરસથી 18 પશુઓના મોત થયા છે અને 299 નવા કેસ નોંધાયા હતા.

અત્યાર સુધીમાં 6880 પોઝિટિવ કેસ
ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ પણ વધી રહી છે, ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 6581 પોઝિટિવ કેસ નોંધાયા છે.

10 તાલુકામાં 524 ગામો અસરગ્રસ્ત છે
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 6880 કેસ નોંધાયા છે અને કુલ 484 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે, દસ તાલુકામાં 524 ગામો અસરગ્રસ્ત છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,29,222 નું રસીકરણ કરવામાં આવ્યું છે તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...