તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:17મીથી યુનિ. પરીક્ષામાં 19,130 વિદ્યાર્થીઓ નોંધાયા

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોલ ટિકિટ 12 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે
  • સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રથમ સેમેસ્ટર યોગ તથા બી.એડની પરીક્ષા 17મીથી લેવાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા તા.17 ફેબ્રુઆરીથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રથમ સેમેસ્ટર તેમજ ડિપ્લોમાની પરીક્ષાઓ યોજાશે. સાથે 17 ફેબ્રુઆરીથી અન્ય ડિપ્લોમા કોર્સીસની પરીક્ષાનો આરંભ થશે. આ પરીક્ષાઓ રોજ ત્રણ સેશનમાં લેવામાં આવશે. પરીક્ષાનો સમયે દોઢ કલાકનો રહેશે. આ પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થાનો કાર્યક્રમ યુનિ.ન વેબસાઇટ પર મુકવામાં આવ્યો છે. આ પરીક્ષાઓની હોલ ટિકિટ તા.12 ફેબ્રુઆરીથી પરીક્ષાર્થીઓ યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પરથી ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષામાં લોકલના 14 સેન્ટર અને બહારગામના 18 સેન્ટર મળી કુલ 32 કેન્દ્રો ખાતે કુલ 19,130 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષાઓ કોરોનાની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે લેવામાં આવશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા તા.17 ફેબ્રુઆરીથી સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-1, અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-1, બી.એડ.રેગ્યુલર સેમેસ્ટર-4, ડિપ્લોમા ઇન યોગ સેમેસ્ટર-1 તથા બી.એડ.(એચ.આઇ)ની પરીક્ષાઓ તા.17,18,19,23,24,25 અને 26 ફેબ્રુઆરીએ લેવાનો નિર્ણય કરાયો છે. તેમજ અન્ય ડિપ્લોમા કોર્સીસની પરીક્ષા તા.27 ફેબ્રુઆરી હો તા.1,2 અને 3 માર્ચે લેવામાં આવશે. જેની તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને નોંધ લેવી. આ પરીક્ષામાં કુલ 42 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. વિદ્યાર્થીઓએ પેપરમાં આપેલા કુલ 4 પ્રશ્નો પૈકી કોઇ પણ 3 પ્રશ્નના જવાબ આપવાના રહેશે તેમ કુલસચિવ ડો.કૌશિકભાઇ ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો