તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટ યાર્ડ:1700 ગુણ ડુંગળી ખેડૂતો વેચ્યા વગર ચાલ્યા ગયા

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યાર્ડમાં સોમવારથી મગફળી,તલની નિયમિત હરાજી, 8 દિવસ બાદ આજથી લીંબુની હરાજી શરૂ

તાલુકા પંથક આસપાસ ડુંગળી ઉત્પાદન માટે હવામાન અને જમીન અનુકૂળ નહીં આવતા ડુંગળી સંપૂર્ણ રીતે પાકી નથી જેથી આજે ભાવનગર માર્કેટ યાર્ડમાં 17000 ગુણ ડુંગળીની આવક થઈ પરંતુ 1700 થી વધુ ગુણ ડુંગળી વેચાયા વગરની જ પડી રહી. ખરાબ થઈ ગયેલી આ ડુંગળીનો ભાવ મણના 30 રૂપિયા પણ કોઈ આપવા તૈયાર ના હતું.

ખેડૂતોએ તેમનો માલ રાત્રે 8 થી સવારે 7 કલાક દરમિયાન યાર્ડમાં લાવવાનો રહેશે
ભાવનગર માર્કેટ યાર્ડમાં લોકડાઉન અને કોરોના વાયરસના કારણે છેલ્લા 50 દિવસથી હરાજીના કોઈ ઠેકાણાં હોતા નથી. હજારોની સંખ્યામાં આવતા ખેડૂતો અને વેપારીઓને કારણે સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનામાનું પાલન કરવુ મુશ્કેલ છે. તેમ છતાં હાલમાં મંગળવાર અને શુક્રવાર સિવાય યાર્ડમાં રાત્રે બેથી સવારે છ સુધી શાકભાજી અને ફળફળાદીની હરાજી થાય છે. તેમજ મંગળવાર અને શનિવારે ડુંગળીની હરાજી થાય છે. છેલ્લા આઠ દિવસથી લીંબુની હરાજી બંધ હતી તે આવતીકાલ બુધવારથી સવારે 7 કલાક થી શરૂ થશે. મગફળી- શિંગ- તલની જાહેર હરાજીનું કામકાજ તા.18 ને સોમવારથી સવારે 10 કલાકથી દરરોજ રાબેતા મુજબ ચાલુ રહેશે. જે કમિશન એજન્ટ અને દલાલ દ્વારા વેચાણ થશે. અને ખેડૂતોએ તેમનો માલ રાત્રે 8 થી સવારે 7 કલાક દરમિયાન યાર્ડમાં લાવવાનો રહેશે.

ભાવનગર પંથકમાં ભેજવાળી જમીન અને હવામાનમાં ઠંડક નહીં હોવાથી ડુંગળી સો ટકા પાકતી નથી
આજે ડુંગળીની થયેલી હરાજીમાં 17000 ગુણની આવક થઈ હતી. પરંતુ અન્ય રાજ્યોમાં લેવાલી ઓછી હોવા સાથે માલ પણ સંપૂર્ણ સારો નહીં હોવાથી રૂ.50 થી 115 જ ભાવ ખેડૂતોને મળ્યો હતો. જ્યારે નીચી ગુણવત્તાનો માલ 1700 થી વધુ ગુણ વેચાયા વગરની પડી રહી હતી. કોઈ ખરીદનાર જ મળ્યું નહિ. જેને હવે ફેંકી દેવો પડશે. ઉનાળાને કારણે ભાવનગર પંથકમાં ભેજવાળી જમીન અને હવામાનમાં ઠંડક નહીં હોવાથી ડુંગળી સો ટકા પાકતી નથી. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો