વિશેષ:170 પક્ષી જાતિઓ, પ્રાણીઓને લીધે જાતિ પ્રવાસનની તક

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગલો અને જીવન નિર્વાહ થીમ પર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી, પ્રવાસ અંગે જાગૃતિ આવશ્યક

હાલમાં વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી ચાલી રહી છે. વિશ્વ વન્ય પ્રાણી સપ્તાહ તા. 2 ઑક્ટોબર થી લઈને તા. 8 ઑક્ટોબર સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે તેની થીમ છે જંગલો અને જીવન નિર્વાહ, લોકો અને કુદરતનું સહ જીવન આ થીમ અંતર્ગત એવા પ્રયત્નો કરવામાં આવે કે જેથી જંગલ આવકનું સાધન બની શકે અને મનુષ્ય તેની સાથે જીવી શકે. ભાવનગરમાં પણ બ્લેકબક નેશનલ પાર્ક, અકવાડા લેક ફ્રન્ટ, પીલ ગાર્ડન, કોળિયાક દરિયા કિનારો, જેવા સ્થળો આવક નાં સ્ત્રોત છે જ્યારે વિક્ટોરિયા પાર્ક, એરપોર્ટ લેક, કુંભારવાડા જળ પ્લાવિત વિસ્તારોને પ્રવાસન માટે પ્રોત્સાહિત કરી શકાય છે.

ભાવનગરમાં કુલ 269.24 જેટલો જંગલ વિસ્તાર છે. જેમાં 2150 હેકટરનો રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર છે. સમગ્ર ગુજરાતનાં 1.41 ટકાનાં જંગલો ભાવનગરમાં આવેલા છે. ભાવનગર માં અલગ અલગ પ્રકારના ભૌગોલિક વિવિધતા સભર રહેઠાણો જોવા મળે છે ભાવનગરમાં 170 થી વધુ જાતિના પક્ષીઓ, કાળિયાર, ચિતલ, જરખ, વરું વગેરે સસ્તનો , ઘો, નાગ , કાળોતરો , રૂપસુંદરી જેવા સરીસૃપની વિવિધતા જોવા મળે છે. અલભ્ય કાળિયાર, હેરિયર, ફ્લેમિંગો, ગલ્ફ ઓફ ખંભાત ની ડોલ્ફિન વગેરે નો સમાવેશ થાય છે. પુના બાદ ભાવનગર એવી જગ્યા છે જ્યાં મન થાય ત્યારે વરું જોઈ શકાય છે.

ભાવનગરમાં 75 થી વધુની સંખ્યામાં વરું જોવા મળે છે. ઝાંઝમેર નાં દરિયાકિનારે આવેલ પથ્થારિયો તટ અને કુડાનાં દરિયાકિનારે પક્ષીઓ અને મડ સ્કિપર પણ જોવા જેવા પ્રાણીઓ છે. ગુજરાતમાં મેન્ગ્રુવ ધરાવતી ત્રણ સાઈટ માંથી એક ભાવનગરમાં આવેલ છે. ભાવનગરમાં 81 જેટલા સિંહની વસ્તી પણ છે. સિંહ મુખ્યત્વે સાબર , હરણ જંગલી ભૂંડ , ચિંકારા , કાળિયાર , વાંદરા અને મોરની સંખ્યા 5263 છે. અહી નીલગાયની સંખ્યા 1200 થી વધારે છે.

ભાવનગરમાં મળતી અલભ્ય જીવ સૃષ્ટિ

  • ઈન્ડો પેસિફિક હમ્પબેક ડોલ્ફિન : ગલ્ફ ઓફ કચ્છ માં જોવા મળતી આ ડોલ્ફિન ની વસ્તી હવે ગલ્ફ ઓફ ખંભાત માં પણ જોવા મળે છે. 2015 માં તે ભાવનગર નાં કેબલ બ્રિજ સુધી પણ આવી ગઈ હતી અને ટાઇડ નાં વિસ્તારમાં જોવા મળી હતી.
  • સિંહ : સાવરકુંડલા જ્યારે ભાવનગર નો ભાગ હતો ત્યારે મિતિયાળાનાં જંગલોમાં સિંહ જોવા મળતા હતા. 1908 પછી ભાવનગરમાં સિંહોની સારી અને કાયમી વસ્તી જોવા મળે છે અત્યારે મહુવા, તળાજા અને ઘોઘામાં તેમનો વસવાટ છે. હાલમાં તેમની સંખ્યા 81 થી વધારે છે.
  • કાળિયાર : ભાવનગર વિશ્વનું એક માત્ર કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન ધરાવે છે.એક સમયે કાળિયાર બીડ તરીકે ઓળખાતો વિસ્તાર હવે કાળિયાર ગુમાવી ચૂક્યા છે છતાં બ્લેકબક નેશનલ પાર્ક તરીકે નામના પામેલ આ જગ્યામાં એકસાથે 7554 કાળિયાર વસવાટ કરી રહ્યાં છે.
  • હેરિયર : ઑક્ટોબરથી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ વિસ્તાર અભ્ય સ્થાન સમાન છે. હેરિયર કુળ નાં પક્ષીઓનું સામૂહિક રાત્રિ રોકાણ આ રાષ્ટ્રીય ઉદ્યાન ને વિશ્વમાં નોંધ લેવા પ્રેરે છે.
અન્ય સમાચારો પણ છે...