તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સિહોરમાં ટ્રક ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લેતાં 17 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • ઘવાયેલા બે યુવાનોને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભાવનગર જિલ્લાના સિહોરમાં પાલિતાણાથી ભાવનગર સ્કૂટર પર ત્રિપલ સવારીમાં આવી રહેલા નવ યુવાનોને એક ટ્રકના ચાલકે અડફેટે લેતા 17 વર્ષીય સગીરનું કરૂણ મોત નિપજ્યું હતું. જયારે અન્ય બે યુવાનોને સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં.

સગીરના પેટ પરથી વ્હીલ ફરી વળતા સગીરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું

સમગ્ર બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલિતાણામાં રામ સોસાયટીમાં રહેતો ધ્રુવરાજ જયુભા રાણા ઉ.વ.17 તથા તેનાં બે મિત્રો જેમાં જયદિપ ચંદુભાઈ મકવાણા તથા જય ગોરધનભાઈ સોલંકી સવારે સ્કૂટર લઈને ત્રિપલ સવારીમાં ખરીદી કરવા ભાવનગર આવી રહ્યાં હતાં. દરમ્યાન સિહોર પહોંચતા દાદાની વાવ નજીક એક ટ્રક નં જી-જે-12-બી.એકસ.-6429 ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી સ્કૂટર સવાર યુવાનો સાથે અથડાવતા ધ્રુવરાજ સ્કૂટર પરથી ઉછળીને ટ્રકના તોતિંગ વ્હીલમાં આવી જતાં સગીરના પેટ પરથી વ્હીલ ફરી વળતા સગીરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન ઘટના સ્થળે છોડી ભાગી ગયો

જયારે જયદિપ તથા જયને નાનીમોટી ગંભીર ઈજા થતાં તત્કાળ સારવાર અર્થે પ્રથમ સિહોર સીએચસી સેન્ટરમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન ઘટના સ્થળે છોડી પોબારા ભણી ગયો હતો. આ અંગે મૃતકના કાકાએ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...