તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાં અપડેટ:જિલ્લામાં નવા 17 પોઝિટિવ કેસ : 19 દર્દીઓ કોરોનામુક્ત, જિલ્લામાં રિકવરી રેઇટ 97.08 ટકા થયો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 14 પોઝિટિવ કેસ, ગામડાઓમાં 3 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 5,322ને આંબી ગઇ

ભાવનગર જિલ્લામાં આજરોજ 17 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,322 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 10 પુરૂષ અને 4 સ્ત્રી મળી કુલ 14 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના ભંડારીયા ખાતે 1 તથા તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે 1 કેસ મળી કુલ 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.જિલ્લામા નોંધાયેલા 5,322 કેસ પૈકી હાલ 79 દર્દીઓ સારવાર હેઠળ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 16 તેમજ તાલુકાઓના 3 એમ કુલ 19 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 5,322 કેસ પૈકી કુલ 5,167 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આથી જિલ્લામાં રિકવરી રેઇટ 97.08 ટકા થયો છે.

શહેરમાં રિકવરી રેઇટ 97.65 ટકા થયો
ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવમાં અત્યાર સુધીમાં કુલ કેસ 3,410 નોંધાયા છે તેની સામે અત્યાર સુધીમા કુલ 3,330 દર્દીઓ સાજા થઇ ગયા છે. આથી શહેરમાં રિકવરી રેઇટ 97.65 ટકા થયો છે.

ગામડાઓમાં રિકવરી રેઇટ 96.08 ટકા થયો
ભાવનગર જિલ્લાના તાલુકા-ગામડા કક્ષાએ કોરોના પોઝિટિવમાં અત્યાર સુધીમાં કુલ કેસ 1,912 નોંધાયા છે તેની સામે અત્યાર સુધીમા કુલ 1,837 દર્દીઓ સાજા થઇ ગયા છે. શહેરમાં રિકવરી રેઇટ 96.08 ટકા થયો છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો