તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશની સર્જાશે સમસ્યા:જિલ્લામાં આ વર્ષે ધો.10માં 16,361 વિદ્યાર્થીઓ વધુ પાસ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત વર્ષે સમગ્ર જિલ્લામાં કુલ 18,560 વિદ્યાર્થીઓ પાસ થયેલા તે આ વર્ષે વધીને 34,921 થયા
  • ધો.11માં નવા 218 વર્ગો થશે તો વિદ્યાર્થીઓ સમાવી શકાશે
  • ધો.11માં હવે અભ્યાસ શરૂ થઇ જશે : શાળાઓ ઇન્ડેક્સ નંબરથી પરિણામ મેળવી તેના વિદ્યાર્થીઓને રિઝલ્ટની નકલ - એલસી આપશે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે કોરોનાને લીધે ધો.10માં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યા બાદ હવે ધો.11 અને ડિપ્લોમામાં અભ્યાસ શરૂ થ જાય તે હેતુથી આજે રાત્રે શાળાઓ માટે ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવાયું છે. જેમાં ભાવનગર જિલ્લાની સ્થિતિ જોઇએ તો ગત વર્ષે સમગ્ર જિલ્લામાં ઓવરઓલ પરિણામ 56.17 ટકા આવતા માત્ર 18,560 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે 14,480 વિદ્યાર્થીઓને તેમના પરિણામને સુધારવાની જરૂર એટલે કે નાપાસ થયા હતા.

જ્યારે આ વર્ષુ ધો.10માં ભાવનગર જિલ્લામાં તમામ રેગ્યુલર 34,921 વિદ્યાર્થીઓ પાસ થઇ જતા આ વર્ષે ગત વર્ષની તુલનામાં 16,361 વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. આથી ધો.11માં એક વર્ગ દીઠ 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય તો પણ હજી નવા 218 વર્ગોની જરૂર પડશે. ધો.11માં પ્રવેશ માટે દોડાદોડ સર્જાશે અને વિકટ પ્રશ્ન થશે તે હકીકત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર એકાએક આજે સાંજે જાહેર કરાઇ કે ધો.10નું પરિણામ આજે રાત્રે 8 કલાકે ઓનલાઇન જાહેર કરાશે ત્યારે સૌ કોઇ અચંબિત રહી ગયા હતા.

જો કે આ પરિણામ માધ્યમિક શાળાઓ તેની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્સ નંબર પરથી લોગીન કરી જોઇ શકતા હવે આવતી કાલથી વિદ્યાર્થીઓનું વ્યક્તિગત પરિણામ બનાવી લિવિંગ સર્ટિફિકેટ-ફર્સ્ટ એટેમ્ટ સર્ટિ સાથે વિતરણ કરતા હવે ધો.11માં વિધિવત ઓનલાઇન અભ્યાસનો આરંભ થશે તેમ કહી શકાય. હવે બુધવારથી શાળાઓ તેના વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ અાપી પરિણામની જાણ કરશે. સંસ્કૃત પ્રથમાનું પરિણામ તા.1 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે પરિણામ જાહેર કરાયું હતુ. . જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકી હતી. . વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. gseb.org પર પરિણામ જોવા મળ્યું હતુ. ભાવનગર જિલ્લામાં 40 હજારથી વધુ ધો.10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. જે અગામી દિવસોમાં વિદ્યાર્થીઓને મળી જશે. જો કે માસ પ્રમોશન હોય દર વર્ષથી વધુ વિદ્યાર્થીઓ પાસ થવાના હોય પ્રવેશની સમસ્યા સર્જાશે.

માર્કની લ્હાણી : એ ગ્રેડ મેળવનારાની સંખ્યા 1051 વધી
ભાવનગર જિલ્લામાં ગત વર્ષે ધો.10માં એ-1 ગ્રેડ એટલે કે 91 ટકાથી વધુ મેળવેલા જ્યારે આ વર્ષે 1166 વિદ્યાર્થીઅોએ એ -1 ગ્રેડ મેળવતા આ વર્ષે એ-1 ગ્રેડ મેળવનારાની સંખ્યામાં વિક્રમી 1051નો આસમાની વધારો થયો છે. આવી જ રીતે એ અને બી-1 અને બી ગ્રેડ મેળવનારાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

કઇ રીતે પરિણામ તૈયાર કરાયું ?
ધો.9ની બે અને ધો.10ની એક પરીક્ષાના આધારે માર્કશીટ તૈયાર કરાઇ છે. આ ત્રણ પરીક્ષાનાં પરિણામ પરથી પરિણામ તૈયાર કર્યું છે. દા.ત. ત્રણ પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં 40, બીજીમાં 30 અને ત્રીજીમાં 70 માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...