તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેવડી ઋતુ:બપોર અને રાત્રે તાપમાનમાં 16 ડિગ્રીનો તફાવત

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં પવનની ઝડપ 6 કિલોમીટર નોંધાઇ
  • ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 30.3 ડિગ્રી થયું, લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી રહ્યું

ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં હવે ભાવનગર શહેરમાં બપોરે થોડી ગરમી અને રાત્રે થોડી ઠંડી એમ મિશ્ર ઋતુનો અનુભવ નગરજનો કરી રહ્યા છે. આથી જ બપોર અને રાતના તાપમાન વચ્ચે 15.7 ડિગ્રી નોંધપાત્ર તફાવત રહ્યો હતો. આજે પવનની ઝડપ 6 કિલોમીટર નોંધાઈ હતી.

ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન વધીને 31.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જે આજે નજીવું ઘટીને 30.3 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુતમ ઉષ્ણતામાન 14.4 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું તે આજે 14.6 ડિગ્રી સેન્ટિગ્રેડ રહ્યું હતું. ભાવનગર શહેરમાં ગઇકાલની જેમ આજે પવનની ઝડપ 6 કિલોમીટર નોંધાઈ હતી. જ્યારે ગઈકાલે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 28% હતું કે આજે 6 ટકા વધીને 24 ટકા થઇ ગયું હતું. આમ, પોષ મહિનાના અંતમાં ભાવનગર શહેરમાં બેવડી ઋતુનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં હાલ બેવડી ઋતુના પ્રભાવથી બપોરે ઘરો અને કચેરી-દુકાનોમાં પંખા ફરતા થઈ ગયા છે તો રાત્રે ગરમ વસ્ત્રો પહેરવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો