કોરોના:શહેરમાં 16 અને ગ્રામ્યમાં 20 કેસ, એકલા કોળિયાક ગામમાં 10 પોઝિટિવ કેસ મળ્યા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેસની સંખ્યામાં ગામડા આગળ નિકળ્યા
  • ભાવનગર શહેરમાં 185 અને ગ્રામ્ય કક્ષાએ 74 મળીને કુલ 259 દર્દીઓ કોરોનાની સારવારમાં

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓ સતત મળી રહ્યાં છે. જેમાં આજે નોંધપાત્ર બાબત એ રહીને અત્યાર સુધી એક માસમાં શહેરમાં ગ્રામ્યથી વધુ દર્દીઓ મળતા હતા પણ આજે શહેરમાં કોરોનાના 16 દર્દી નોંધાયા જ્યારે ગ્રામ્ય કક્ષાએ કોરોનાના 20 દર્દી નોંધાયા હતા. હાલ ભાવનગર શહેરમાં કોરોનાના 185 અને ગ્રામ્ય કક્ષાએ 74 મળીને શહેર-જિલ્લામાં કુલ 259 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. આજે શહેરમાં 16 દર્દી કોોરનામુક્ત થયા જ્યારે ગ્રામ્ય કક્ષાએ એક દર્દી કોરોનામુક્ત થયા હતા.

ભાવનગર શહેરમાં આજે 16 નવા દર્દી નોંધાયા હતા અને તેની સામે 16 દર્દી કોરોનામુક્ત પણ થયા હતા. આજે જે દર્દીઓ કોરોના પોઝિટિવ મળ્યા તેમાંદ કુંભારવાડામાં 40 વર્ષીય મહિલા, ઘોઘારીનગરમાં 15 વર્ષીય કિશોર, હરિઓમનગરમાં 40 વર્ષીય મહિલા, નારેશ્વર સોસાયટીમાં 44 વર્ષીય મહિલા, આંબાવાડીમાં 56 વર્ષીય પુરૂષ, હિલડ્રાઇવમાં 38 વર્ષીય મહિલા, સુવિધા ટાઉનશિપ, સુભાષનગર ખાતે 27 વર્ષીય યુવક અને આ જ વિસ્તારમાં 27 વર્ષીય યુવક, મેઘાણી સર્કલમાં 66 વર્ષીય વૃદ્ધ, વિદ્યાનગરમાં 66 વર્ષીય વૃદ્ધ, વિદ્યાનગરમાં જ 64 વર્ષીય મહિલા, શિશુવિહારમાં 76 વર્ષીય વૃદ્ધા, નવા રિંગ રોડ પર 28 વર્ષીય યુવતી, તળાજા રોડ પર રૂપાલી સોસાયટીમાં 72 વર્ષીય વૃદ્ધ, આંબાવાડીમાં 44 વર્ષીય પુરૂષ તથા જમનાકંડમાં 48 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં હાલ 185 પૈકી 8 દર્દી હોસ્પિટલમાં અને બાકીના દર્દી ઘરે સારવાર લઇ રહ્યાં છે.

ભાવનગર ગ્રામ્ય કક્ષાએ કોળિયાકમાં 30 વર્ષીય મહિલા, હાથબમાં 15 વર્ષીય કિશોર, કોળિયાકમાં 18 વર્ષીય યુવક, પડવામાં 50 વર્ષીય પુરૂષ, ભાવનગરના સુરકામાં 14 વર્ષીય કિશોર, કોળિયાકમાં 36 વર્ષીય પુરૂષ, 30 વર્ષીય યુવતી, 48 વર્ષીય મહિલા અને 23 વર્ષીય યુવતી, કેરિયામાં 35 વર્ષીય પુરૂષ, ખડસલીયામાં 23 વર્ષીય યુવતી, જૂના રતનપરમાં 21 વર્ષીય યુવક, કોળિયાકમાં 32 વર્ષીય યુવતી, 73 વર્ષીય વૃદ્ધા, 30 વર્ષીય યુવતી, ખડસલીયામાં 25 વર્ષીય યુવતી, કોળિયાકમાં 15 વર્ષીય કિશોરી, જૂના રતનપરમાં 56 વર્ષીય પુરૂષ, ઘોઘામાં 40 વર્ષીય મહિલા અને 30 વર્ષનો પુરૂષનો સમાવેશ થાય છે. આમ, આજે એક જ દિવસમાં એકલા કોળિયાકમાં 10 પોઝિટિવ કેસ મળ્યા છે. કોળિયાકમાં 20 વર્ષનો એક યુવક કોરોનામુક્તથયો હતો.ભાવનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધી શહેરમાં વધુ કેસ મળવાનો ટ્રેંડ હતો પણ આજે શહેર કરતા ગામડામાં વધુ કેસ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...