વિકાસ:158 કી.મી. નાં દરિયાકિનારા અને મીઠા ઉદ્યોગનાં પ્રતાપે ગુટખામાં વપરાતા મેગ્નેશિયમ કાર્બોનેટનો શહેરમાં સમૃદ્ધ ઉદ્યોગ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દરિયાઈ પાણી વિગેરેથી ચાલતા ઉદ્યોગ પર નભનાર 800 કુટુંબ

ભાવનગરમાં મેગ્નેશિયમ કાર્બોનેટ નાં લગભગ 40 થી 50 નાના મોટા કારખાનાનો આવેલા છે. મેગ્નેશિયમ કાર્બોનેટ એ સફેદ કલરનો પાવડર છે જેનો ગુટખામાં ખૂબ ઉપયોગ થતો હોય છે. મીઠું બનાવી લીધા પછી મળતું પાણી જેને ' સી બિટર ' કહેવામાં આવે છે એ મેગ્નેશિયમ કાર્બોનેટ બનાવવા માટેનો કાચો માલ છે. આજથી 62 વર્ષ પહેલાં કે.આર.સંઘવી નામના એક ઉદ્યોગપતિને મેગ્નેશિયમ કાર્બોનેટનો ઉદ્યોગ અહીં થઈ શકે તેવું લાગ્યું અને ત્યારબાદ આ ઉદ્યોગ અહીં ફૂલ્યો ફાલ્યો હોવાનું માનવામાં આવે છે. 'સી બિટર'માં મેગ્નેશિયમ કલોરાઇડ અને મેગ્નેશિયમ સલ્ફેટ રહેલા હોય છે જેમાંથી મેગ્નેશિયમ કાર્બોનેટ બનાવવામાં આવે છે.

અહીં સેન્ટ્રલ સોલ્ટનું હોવું પણ આ ઉદ્યોગ નાં વિકાસ નું એક અગત્યનું કારણ માનવામાં આવે છે. લગભગ 800 જેટલા કુટુંબો અત્યારે પણ આ વ્યવસાય પર નભે છે.છેલ્લા એક વર્ષથી ભાવનગરમાં આ ઉદ્યોગ મંદીમાં ચાલી રહ્યો છે. મેગ્નેશિયમ કાર્બોનેટ પેટની એસિડિટી દૂર કરવા માટે, કબજિયાતમાં અને રક્તમાં મેગ્નેશિયમની ઉણપ સરભર કરવા ખૂબ ઉપયોગી થાય છે. મેગ્નેશિયમ કાર્બોનેટનો ચ્યુઈંગમ, ટેબલ સોલ્ટ, દવાઓ, સૌન્દર્ય પ્રસાધનો ખાસ કરીને ટેલકમ પાવડર, પેપર ઉદ્યોગમાં પેપરને સફેદ બનાવવા ઉપયોગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...