તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ભાવનગર જિલ્લામાં 153 મી.મી. વરસાદ વરસાવી વાદળો વિખાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં સર્વાધિક 212 મી.મી. વરસાદ વરસી ગયો, સિહોરમાં માત્ર 101 મી.મી.

ભાવનગર શહેર અને જિલ્લામાં એવરેજ 153 મી.મી. એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ વરસાવી પ્રથમ રાઉન્ડમાં મેઘરાજા શાંત પડ્યા છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 10 થી 15 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા નહીંવત છે અને ત્યારબાદ ફરી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસશે. હાલ બ્રેક મોન્સૂન સિસ્ટમ સક્રિય થઇ છે અને વરસાદ લાવવા માટે જે પવન ઉપયોગી સાબિત થતો હોય તે હાલ હિમાલય તરફ વધતા વરસાદ આવવામાં આવરોધ ઊભો થયો છે. સમગ્ર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સિઝનના કુલ 595 મી.મી. વરસાદ ની સામે કુલ 153 મી.મી. એટલે કે 26.21 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર શહેરમાં 212 મી.મી. અને સૌથી ઓછો વરસાદ સિહોરમાં 101 મી.મી. વરસ્યો છે.

બે દિવસથી ગોહિલવાડ પંથકમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ શાંત પડ્યો છે. પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ ભાવનગર શહેરમાં 212 મી.મી. એટલે કે શહેરમાં સિઝનના કુલ વરસાદ 689 મી.મી.ના 30.75 ટકા વરસાદ વરસી ગયો છે. જિલ્લાના તમામ 10 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. 10 દિવસના સમયગાળા બાદ ફરી વરસાદ માટેની સિસ્ટમ સક્રિય થયા બાદ વરસાદ આવશે તેવું પણ જણાવામાં આવ્યું હતું. મંગળવારના રોજ આ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર રાજ્યને અસર પહોંચી છે.

આ સિસ્ટમ સક્રિય થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, પવનની ગતિ વધુ હોવાના કારણે જે વાદળો બંધાવા જોઈએ તે બંધાતા નથી, બીજી તરફ બંગાળની ખાડી પરના વિષુવવૃત્ત પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા બ્રેક-મોન્સૂન શક્ય બનતું હોય છે.

ભાવનગર જિલ્લામાં વરસાદ

તાલુકોકુલ વર્ષાઆ વર્ષે વર્ષાટકાવારી
ભાવનગર689 મી.મી.212 મી.મી.30.75 ટકા
ગારિયાધાર463 મી.મી.180 મી.મી.38.90 ટકા
ઉમરાળા546 મી.મી.170 મી.મી.31.12 ટકા
મહુવા604 મી.મી.170 મી.મી.28.13 ટકા
ઘોઘા613 મી.મી.156 મી.મી.25.44 ટકા
વલ્લભીપુર589 મી.મી.132 મી.મી.22.39 ટકા
તળાજા567 મી.મી.112 મી.મી.19.77 ટકા
જેસર679 મી.મી.119 મી.મી.17.52 ટકા
સિહોર622 મી.મી.101 મી.મી.16.25 ટકા
અન્ય સમાચારો પણ છે...