તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગે ચોકીદાર:ભાવનગરમાં 152 કિ.મી. લાંબા દરિયા કિનારા પર 50 થી વધુ સુરક્ષા પોઈન્ટ છતાં રેઢા પડ જેવી દશા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘોઘા, કુડા, કોળીયાક, હાથબ, ગોપનાથ અને મહુવામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર
  • ભૂતકાળમાં કેફી દ્રવ્યોનો જથ્થો ઝડપાયો હતો
  • સતત પેટ્રોલિંગ કરાતું હોવા છતાં દરિયાઈ ચાંચીયાઓનો ત્રાસ
  • અનેક પોઈન્ટ પર અજાણ્યા લોકો આવનજાવન કરતા હોવાની ગ્રામ્યજનોની રાવ

ભાવનગરના 152 કિ.મી.ના લાંબા દરિયાકાંઠામાં સુરક્ષાના મામલે અનેક છીંડાઓ છે ઉપરાંત દરિયાની સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનો પાસે સાધનો પણ ટાંચા છે. આ સંજોગોમાં દરિયા કાંઠાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

ભાવનગર જિલ્લાનો ભાવનગર-ઘોઘા-કુડા-કોળીયાક-હાથબ-ગોપનાથથી શરૂ કરી ઠેઠ મહુવા સુધી દરિયા કાંઠો પથરાયેલો છે. દરિયાકાંઠે જ વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકીંગ યાર્ડ કાર્યરત છે ઉપરાંત રો-રો પેક્સ ફેરી સર્વિસ પણ કાર્યરત છે.

દરિયા કિનારાની સુરક્ષા માટે મરીન પોલીસ કાર્યરત છે. જે સતત પેટ્રોલિંગ અને વોચ દ્વારા દેખરેખ રાખી રહી છે. ભાવનગરથી ઘોઘા પહોંચતા ઘોઘાનાં દરિયા કિનારે જ પોલીસ મથક કાર્યરત છે પણ ત્યારબાદ દિવાલ તૂટી ગયેલી હોવાથી રેઢા પડ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એ જ રીતે કુડા-કોળીયાક અને હાથબના દરિયાકિનારે પણ સુરક્ષાના નામે બંદોબસ્ત દરિયાની વિશાળતા સામે ઓછો પડે છે.

અવારનવાર દેશી ચાંચિયાઓ જહાજ લૂંટતા હોવાની ઘટના પ્રકાશમાં આવે છે અને ચોરી પકડાય પણ છે. ખાસ કરીને ગોપનાથથી અલંગ સમુદ્ર કાંઠો ચોરીની ઘટના માટે પંકાયેલો છે. જેમાં ક્ર્ુ હાજર હોતા નથી અને જહાજ રેઢા હોય છે.

મરીન પોલીસ પાસે પેટ્રોલિંગ માટે લોટ છે. જેના દ્વારા સમયસર કામગીરી થઈ રહી છે. પરંતુ સુવિધા અપૂરતી છે. જેનાથી ભાવનગર જિલ્લાનો સમુદ્રકાંઠો રેઢો પટ બન્યો છે. સતત પેટ્રોલિંગ અને 50થી વધુ પોઈન્ટ હોવા છતાં અલંગમાં આવતા જહાજોને દરિયા ચાંચીયાઓ લૂંટી લે છે પણ મોટાભાગના જહાજના ઓનરો ફરિયાદ કરવાનું ટાળે છે. ઉપરાંત ગોપનાથથી મહુવા વચ્ચેની દરિયાઈ પટ્ટી નજીક રહેતા ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ ઘણીવાર મોડીરાત્રે અજાણ્યા લોકો દરિયાકાંઠે આવનજાવન કરતા હોય છે. જોકે, આ બાબતે ગ્રામ્યજનો પોતાનું નામ આપવા કે પોલીસમાં સત્તાવાર જાણ કરવા તૈયાર નથી.આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરી સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...