તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 15 Lakh Power Workers Protest Against Privatization Of Power Company, Stop Contract Process By Stopping Privatization Process, Demand To Make All Employees Permanent

વિરોધ:વીજ કંપનીનાં ખાનગીકરણ સામે 15 લાખ વીજ કર્મચારીઓનો વિરોધ, ખાનગીકરણની પ્રક્રિયા અટકાવીને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી, તમામ કર્મચારીઓને કાયમી કરવા માંગ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં ઇન્ડિયન ઈલેક્ટ્રીસીટી એકટ માં સુધારો કરીને આગામી સંસદસત્રમાં કાયદો પણ પસાર કરવાની પ્રક્રિયા આદરવામાં આવી છે. આ તમામ વીજ વિતરણ કંપનીઓ નું ખાનગીકરણ કરી ખાનગી ઉદ્યોગ ગૃહોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના ઉગ્ર વિરોધમાં ભાવનગર ખાતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ભાવનગર ઝોનલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચાર કરી દેખાવો કરવામાં આવ્યા હતાં. આખા ભારતમાંથી અંદાજે 15 લાખ કર્મચારીઓ જોડાયા હતા.

ગુજરાત ઊર્જા સંકલન સમિતિ દ્વારા સરકાર પાસે કેટલીક માંગણીઓ કરવામાં આવી છે. જેમાં ઇન્ડિયન ઈલેક્ટ્રીસીટી અમેડમેન્ટ બિલ ની અસર તાત્કાલિક રદ કરવી. ખાનગીકરણ ની પ્રક્રિયા અટકાવી. કેન્દ્રશાસિત રાજ્યોમાં કાર્યરત ખાનગી વીજ કંપનીઓ અને ફ્રેન્ચાઈ પ્રથા બંધ કરવી. જૂની પેન્શન પ્રથા નું અમલીકરણ કરવું. કોન્ટ્રાક્ટ કર્મચારી પ્રથાના હેઠળ ફરજ બજાવતાં વીજ કર્મચારીઓને કાયમ ગણવા અને તમામ હક તથા લાભ આપવા. હાલમાં મંજુર જગ્યાઓ ખાલી પડી છે તેમાં કર્મચારીઓની ભરતી કરવી. તેમજ કાયમી કામગીરી માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી. આ તમામ માંગ સાથે ખાનગીકરણ ને લઈને વિરોધ પણ નોંધાવામાં આવ્યો હતો.

ખાનગીકરણના લીધે થનાર નકારાત્મક અસરો
વીજ કંપનીઓના ખાનગીકરણ નાં લીધે સરકાર ની માલિકી અને હક જતા રહેશે. ગ્રાહકોને લગતી તમામ સુવિધાઓ અને સેવાઓ નાં ચાર્જ લાગવાના શરૂ થશે. શહેરના નાના, મધ્યમ, લઘુ ઉદ્યોગ અને ગરીબી રેખા નીચે જીવતા વીજ ગ્રાહકોને સબસિડી બંધ થવાથી વીજ બિલોની રકમ માં વધારો થશે. ગ્રામ્ય વિસ્તારોના વીજ ગ્રાહકો અને ખેતીવાડી નાં ગ્રાહકોને વીજ યુનિટ મુજબના પૂરેપૂરા પૈસા ચૂકવવાના રહેશે. ખાનગીકરણ નાં લીધે હાલ નાં વીજ યુનિટ નાં ભાવ રૂ.5.50 થી 7.50 રૂપિયાને બદલે અંદાજે 10 થી 12 રૂપિયા પ્રતિ યુનિટ ચૂકવવાના રહેશે. માટે ગુરુવારે સમગ્ર ગુજરાત નાં 55 હજારથી કર્મચારીઓ અને ઇજનેરોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...