બીએસએનએલના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાની ઓળખ આપી નિવૃત્ત મહિલાને વિશ્વાસમાં લઈ મોબાઈલ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 1,55,999ની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાઈ છે.
શહેરના ગીતા ચોકમાં રહેતા અને એનસીસીમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે નિવૃત્ત જીવન ગાળતા દુલારીબેન પુનીતકુમાર ઓઝાને ગત તા.8/7ના રોજ બપોરના સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો જેમાં સામે છેડેથી પોતે બીએસએનએલ કસ્ટમર કેર બોરીવલી મુંબઈથી બોલતો હોવાની ઓળખ આપી જણાવ્યું હતું કે, તમારું સીમકાર્ડ બ્લોક થઈ જવામાં છે જેથી તમારે રૂ.10 જમા કરાવવા પડશે તેમ કહી ક્વિક સપોર્ટ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરાવી હતી.
એપ્લિકેશનમાં જે નંબર આવ્યો હતો તે સામે વાળા વ્યક્તિને આપ્યો હતો તે પછી મોબાઈલમાં 49,000 રૂપિયાનો ઓટીપી આવતા કંઈ ખોટું થવાના અણસાર આવતા તેમણે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધું હતી અને મોબાઈલ માંથી એપ્લિકેશન અનઈનસ્ટોલ કરી મોબાઈલ સ્વિચ ઓફ કરી દઈ સાંજના ફોન સ્વિચ ઓન કરતા તેમના એકાઉન્ટમાંથી અનુક્રમે રૂ.99,999, રૂ.35,000, રૂ.1,000 અને રૂ. 20,000 ડેબિટ થયાનો મેસેજ આવતા નિલમબાદ પોલીસ અને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.