તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:ભાવનગર શહેર-જિલ્લામાં 15 જુગારીઓને ઝડપી લેવાયા

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર જિલ્લામાં જાહેરમાં જુગારના 4 બનાવો સામે આવ્યા હતા. જેમાં પોલીસે કુલ 15 શખ્સો સામે ગુન્હો નોંધી કુલ રૂ. 32,090નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં કુંભારવાડા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા નરેન્દ્ર ઉર્ફે મોટીયો ઘનશ્યામસિંહ ગોહિલ (રહે. કુંભારવાડા)ને રૂ.2,900ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે મહુવામાં જુદાં-જુદાં બે બનાવોમાં કળસાર ગામે વાડી વિસ્તારમાં જુગાર રમતા પોપટ નાજાભાઈ બારૈયા, બળુ બાબુભાઈ કંટારિયા, દશરથ સવજીભાઈ ભાલિયા, રમેશ નાગજીભાઈ કંટારિયા, મુકેશ ભટુરભાઈ જાદવ અને ભવાન નરશીભાઈ જોળિયાને કુલ રૂ.12,600ના મુદ્દામાલ સાથે અને મહુવાના નવા ઝાપા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા યાકુબ બાપુભાઈ જેજા અને ભયલુ મહાવીરસિંહ ચુડાસમા (બંન્ને રહે. મહુવા)ને કુલ રૂ.10,930ના મુદ્દામાલ સાથે મહુવા પોલીસે ઝડપી પાડ્યા હતા.

જ્યારે અન્ય એક બનાવમાં સિહોરના ઘાંઘળી ગામે જાહેરમાં જુગાર રમતા સૈલેષ ઉર્ફે ભુરીયો ભુપતભાઈ ગોહિલ, રવિ ઉર્ફે ચિન્ટુ ભોળાભાઈ ગોહિલ, અશોક જીણાભાઈ ગોહિલ, અરવિંદ મનજીભાઈ ચુડાસમા પ્રવિણ લાભુભાઈ મકવાણા અને તેજસ ઉર્ફે તીખો ભુપતભાઈ ચુડાસમા (તમામ રહે. ઘાંઘળી)ને 5,160ના મુદ્દામાલ સાથે સિહોર પોલીસે ઝડપ્યા હતા

અન્ય સમાચારો પણ છે...