તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:શહેરમાં મ્યુકોરમાઇકોસિસના 15 કેસ, સિવિલમાં સારવારમાં

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના બાદ વધુ એક વાયરસનો બિલ્લીપગે પગપેસારો

સમગ્ર દેશ, રાજ્યની સાથે ભાવનગર હજુ તો કોરોનાની દ્વિતિય લ્હેરમાંથી ઉગરવા માટે કવાયત કરી રહ્યું છે ત્યાં કોરોના સંબંધિત એક નવી બિમારીએ નાગરિકોને ચિંતાગ્રસ્ત કર્યા છે. કોરોનાની સારવાર બાદ મ્યુકોરમાઇકોસિસના ભાવનગરમાં 15 કેસ નોંધાયા છે, અને 8 કેસ શંકાસ્પદ છે, તમામ સારવાર તળે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં છે. ભાવનગરમાં છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કરતા સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, આ વચ્ચે મ્યુકોરમાઇકોસિસ બીમારીએ શહેરમાં પણ પગપસેરો કરી દીધો છે, કોરોના બાદ હવે મ્યુકોરમાઈસિસનો ચેપ ફેલાતા ભાવનગર સર ટી હોસ્પિટલ હાલમાં 50 બેડની વ્યવસ્થા છે, જો વધુ જરૂર પડશે તો વધારે વ્યવસ્થા કરવામાં આવેશે, ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે અલગ વોર્ડ શરૂ કરવામાં આવેલ છે.

તેવી જ રીતે ભાવનગરમાં પણ વોર્ડ શરૂ કરાતા ભાવનગર માં સર.ટી.હોસ્પિટલ માં હાલ આ વોર્ડમાં મ્યુકોરમાઈસિસના 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, અને બીજા 8 શંકાસ્પદ છે, હજુ દર્દીઓ આવે તો તેના માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.ભાવનગર સર ટી હોસ્પિટલના એડમીનીસ્ટ્રેટર હાર્દિક ગાઠાણીએ જણાવ્યું હતું કે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે અલગ વોર્ડમાં 50 બેડ સાથે ની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં હાલ 15 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસના કન્ફર્મ કેસ છે અને 8 કેસ શંકાસ્પદ છે, વધુમાં જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસિસ નામનો રોગ ફક્ત કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને જ થાય એવું નથી, આ રોગ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી, ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય અને અન્ય કોઈ ગંભીર રોગ હોય તેઓને પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...