તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 15% Candidates Absent In 9 Centers In Talent Search Test, Now Second Phase Exam Will Be Taken

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:પ્રતિભા શોધ કસોટીમાં 9 કેન્દ્રોમાં 15 ટકા પરીક્ષાર્થીઓ ગેરહાજર, હવે બીજા તબક્કાની પરીક્ષા લેવામાં આવશે

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1755 પરીક્ષાર્થી પૈકી પ્રથમ સેશનમાં 266 અને બીજા સેશનમાં 267 પરીક્ષાર્થીઓ ગેરહાજર

એનસીઇઆરટી પુરસ્કૃત અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ)આજે બે તબક્કામાં લેવામાં આવી હતી જેમાં પ્રથમ સેશનમાં કુલ 1755 પરીક્ષાર્થીઓ પૈકી 1489 હાજર અને. 266 ગેરહાજર નોંધાયા હતા જ્યારે બપોરના બીજા સેશનમાં 1755 પૈકી 1488 હાજર અને 267 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાતા એકંદરે કુલ 85 ટકા પરીક્ષાર્થીઓ હાજર અને 15 ટકા ગેરહાજર રહ્યાં હતા. 9 કેન્દ્રો ખાતે લેવાયેલી આ પરીક્ષા દરમિયાન ગેરરીતિનો કોઇ પણ કિસ્સો નોંધાયો ન હતો તેમ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતુ. આજે આ પ્રથમ તબક્કાની પરીક્ષા હતી તેમાં પાસ થેુયલા પરીક્ષાર્થીઓ માટે બીજા તબક્કાની પરીક્ષા લેવામાં આવશે.

આજે સવારે 11.30થી 1.30 અને બપોરે 3થી સાંજના 5 વાગ્યા દરમિયાન બે સેશનમાં આ કસોટી લેવામાં આવી હતી. આ પરીક્ષામાં જનરલ અને ઇએસડબલ્યુના વિદ્યાર્થીઓ માટે 40 ટકાએ ક્વોલીફાય ગણાશે જ્યારે એસ.સી./એસ.ટી. કે પી.એચ.કેટેગરીમાં 32 ટકાએ ક્વોલિફાય ગણાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો