આવેદનપત્ર:ધોરણ 12 સાયન્સના આવેદનપત્રો ભરવાની 14 ડિસે. સુધી લંબાવાઇ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રુવલ 3 જાન્યુઆરી સુધી કરી શકાશે
  • 15 ડિસેમ્બર બાદ ત્રણ તબક્કામાં લેઇટ ફી સાથે સાયન્સની પરીક્ષાના આવેદનપત્રો ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ખાતે નોંધાયેલી વિજ્ઞાન પ્રવાહ ધરાવતી રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ 2023ની લેવાનારી પરીક્ષા માટે આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 9 ડિસેમ્બર હતી. રેગ્યુલર ફી સાથે આવેદનપત્રો ભરવાની અંતિમ તા. 14 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ તા. 15 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી એમ ત્રણ તબક્કાઓ સુધી સાથે લેઇટ ફી આવેદનપત્રો ભરી શકાશે.

લેઇટ ફીના તબક્કાઓમાં પ્રથમ તબક્કો તારીખ 15 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર રહેશે જેમાં લેઇટ ફી રૂપિયા 250 ભરવાની રહેશે‌. બીજો તબક્કો તરીકે 20 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધીનો રહેશે જેમાં લેઇટ ફીના રૂપિયા 300 ભરવાના રહેશે. તૃતિય અને અંતિમ તબક્કો તારીખ 30 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધીનો રહેશે જેમાં લેઇટ ફીના રૂપિયા 350 ભરવાના રહેશે. અંતિમ તારીખ 3 જાન્યુઆરી સુધી કોઈપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી સુધારા કરી શકાશે અને તે માટે કોઈ અલગથી ફી ભરવાની રહેતી નથી તેમ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ વ્યાસે જણાવ્યું છે. વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રુવલ બાકી હોય તો પણ તારીખ 3 જાન્યુઆરી રાત્રે 12 કલાક સુધી કરી શકાશે.

બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ સાથે ઓનલાઇન અને ઓફલાઈન ફી ભરવા સંબંધિત સ્પષ્ટ સૂચનાઓ ધ્યાને લેવી. વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. લેઇટ ફીમાંથી કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને મુક્તિ નથી.

અન્ય સમાચારો પણ છે...