વિશેષ:ફાર્મસીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 1483 બેઠકો ખાલી, પ્રથમ રાઉન્ડમાં 70.92 ટકા બેઠકો ભરાઇ ગઇ

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ રાઉન્ડના મેરિટમાં 13066 વિદ્યાર્થીનો સમાવેશ હતો તે પૈકી 7982 વિદ્યાર્થીએ ચોઇસ ફિલિંગ કરાવ્યું

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)ની ડિગ્રી- ડિપ્લોમા ફાર્મસી કોલેજોની બેઠકો પરની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે, જેમાં કુલ 5099 બેઠકોમાંથી 3616 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે 1483 બેઠકો નોન રિપોર્ટેડ હોવાને કારણે એટલે કે વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ ન કરાવ્યું હોવાના કારણે ખાલી રહી છે. બીજી તરફ ફાર્મસીની બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી સોમવારથી શરૂ થઈ છે. પ્રથમ રાઉન્ડમાં કુલ 5099 પૈકી 3616 બેઠકો ભરાતા 70.92 ટકા બેઠકો ભરાઇ ગઇ છે અને 29.08 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે.

એસીપીસી દ્વારા રાજ્યભરમાં 76 ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોલેજોની વર્ષ 2022-23 માટે 5099 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે અંતર્ગત પ્રથમ રાઉન્ડના મેરિટમાં 13066 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો હતો, જે પૈકી 7982 વિદ્યાર્થીએ ચોઇસ ફિલિંગ કરાવ્યું હતું. આ વિદ્યાર્થીઓના મેરિટ અને ચોઇસ ફિલિંગ બાદ 5013 વિદ્યાર્થીઓને રાજ્યની કોલેજોમાં સીટ એલોટમેન્ટ કરાયું છે. ગુજરાતમાં ડિગ્રી ફાર્મસીમાં 6 સરકારી-ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં 437 બેઠકો છે જ્યારે 70 સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં 3598 બેઠકો ઉપલબ્ધ છે.

તો ડિપ્લોમા ફાર્મસીમાં 8 સરકારી-ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં 644 તેમજ 12 સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓમાં 420 બેઠકો ઉપલબ્ધ છે.ધો.12 સાયન્સ પછી ડિગ્રી અને ડિપ્લોમાં ફાર્મસી ગ્રુપમાં એ, બી અને એબી એમ ત્રણ ગ્રુપના ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકે છે.

સરકારી કોલેજોની 95 ટકા બેઠકો અને ખાનગી ફાર્મસી કોલેજોની 50 બેઠકો માટે ગુજકેટ આધારિત મેરીટ યાદી જાહેર કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની સાથે ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી માટે પ્રવેશ પ્રક્રિયા ACPC એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશન કોર્સીસ દ્વારા કરવામાં આવે છે તેના દ્વારા આ વર્ષે પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ફાર્મસીમાં છેલ્લા થોડા સમયથી પ્રવેશ માટે અગાઉ કરતા ધસારો વધ્યો છે. અને નવી કોલેજો પણ ખુલી છે.

જેથી બેઠકોમાં વધારો થયો છે.ખાસ તો મેડિકલ સ્ટોર ખોલવા માટે ફાર્માસિસ્ટની ડિગ્રી જરૂરી ગણાય છે. ત્યારે ધો.12 પછી ફાર્મસીમાં પ્રવેશનું ચલણ વધ્યું છે.ફાર્મસીના કોર્સીસમાં પ્રવેશ માટે જે ઉમેદવારોએ ગુજકેટ અથવા નીટ કે જેઈઈ આપી હોય તેને પ્રવેશ માટે લાયક ગણવામાં આવે છે ગુજકેટ આધારિત ફાઈનલ મેરીટલીસ્ટ જાહેર કરવામાં આવે છે તેમજ ત્યારબાદ ઉમેદવારો માટે ચોઈસ ફિલીંગ અને અંતિમ તબક્કામાં જુદી-જુદી કોલેજોમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવે છે. જ્યાં બેઠકો ખાલી રહી હોય ત્યાં પ્રવેશ માટે વધુ રાઉન્ડ પણ યોજવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...