મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંચાલિત અને સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ચાલી રહેલી કાર્યવાહીના ત્રીજા રાઉન્ડના અંતે કોલેજોમાં કુલ 29,340 બેઠકો પૈકી 14,558 બેઠકો ઘરાઇ છે અને તેનાથી વધુ 14,782 બેઠકો ખાલી રહી ગઇ છે.
એટલે કે 49.62 ટકા બેઠકો ભરાઇ છે અને 50.38 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. ખાસ તો કોમર્સ ફેકલ્ટીમાં બી.કોમ. એટલે કે સ્નાતક કક્ષાએ કુલ 9510 બેઠકો છે અને તે પૈકી 3021 જ બેઠકો ભરાઇ છે અને 31.77 ટકા બેઠકો જ ભરાઇ રહી ગઇ છે અને 68.23 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. કોમર્સની કોલેજોમાં 68 ટકા બેઠકો ખાલી છે જ્યારે આર્ટસની કોલેજોમાં 32 ટકા બેઠકો ખાલી છે.
યુનિ. સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રવેશના ત્રણ તબક્કા પૂર્ણ થઇ ગયા છે. આ વખતે કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ માટે ઓછો રસ જોવા મળ્યો છે. જ્યારે આર્ટસમાં મોટા ભાગે બેઠકો ભરાઇ ગઇ છે. બીસીએમાં સૌથી વધારે રસ જોવા મળ્યો છે.
તો બીબીએમાં 50 ટકા જેટલી બેઠકો ભરાઇ ગઇ છે. હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરમાં પણ સારો રસ જોવા મળ્યો છે. સીબીએસસીનું પરિણામ આવ્યા બાદ તૃતિય રાઉન્ડ પૂર્ણ થયો છે હવે પૂરક પરીક્ષાના પરિણામ બાદ પ્રવેશનો વધુ રાઉન્ડનો આરંભ 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન યોજાયો છે. જેમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરાશે. આમ યુનિવર્સિટીમાં હવે ચોથા તબક્કાની પ્રવેશપ્રક્રિયાનો 6 તારીખથી પ્રારંભ થશે.
આજથી પ્રવેશ માટે ખાસ રાઉન્ડ
વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, મેનેજમેન્ટ અને ગ્રામ વિદ્યા શાખા અંતર્ગત આવેલી તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તેમજ ડિપ્લોમા સેન્ટર ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હોય તા. 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ www.mkbhavuni.edu.in પર ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને જે તે કોલેજ કે ડિપ્લોમા સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભ ર્યા હશે તેઓ આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં.
કેટલી બેઠકો ભરાઇ | ||
ફેકલ્ટી | કુલ બેઠકો | ભરાયેલી |
બી.એ. | 9990 | 6774 |
બી.એસસી. | 3750 | 1102 |
બીસીએ | 1800 | 1443 |
બી.કોમ. | 9510 | 3021 |
બીબીએ | 960 | 472 |
બીઆરએસ | 75 | 65 |
બીએસડબલ્યુ | 360 | 218 |
બીએસસીઆઇટી | 75 | 67 |
બીકોમ.ઓનર્સ | 300 | 28 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.