લમ્પીનો કહેર યથાવત:ભાવનગર શહેરમાં આજે વધુ 145 કેસ નોંધાયા, 7 પશુઓના મોત

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે સુધીમાં ભાવનગર જિલ્લામાં લમ્પી વાઈરસ કુલ 7491 કેસ જેમાં 507 પશુઓના મોત

ભાવનગર જિલ્લામાં એક દિવસમાં 7 પશુઓના લમ્પી વાઈરસથી મોત થયા અને 145 નવા કેસ નોંધાયા હતા, વધુમાં 6 ગામોમાં સંક્રમણ જોવા મળ્યું હતું. સાથોસાથ પોઝિટિવ કેસ વધવા સાથે મોતની પણ ઘટના વધતા પશુપાલકોમાં ચિંતા વધી રહી છે.

અત્યાર સુધીમાં 7491 પોઝિટિવ કેસ નોંધાયા છે
ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ પણ વધી રહી છે, ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 7491 પોઝિટિવ કેસ નોંધાયા છે,

10 તાલુકામાં 547 ગામો અસરગ્રસ્ત છે
​​​​​​​
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 7491 કેસ નોંધાયા છે અને કુલ 507 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે, દસ તાલુકામાં 547 ગામો અસરગ્રસ્ત છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,29,222 નું રસીકરણ કરવામાં આવ્યું છે તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...