સુવિધા:1443 માનવ જીંદગી બચાવવા 3066 ઓક્સિજન બોટલ અપાઇ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જીતો ઓક્સિજન બેંક દ્વારા

ભાવનગરમાં કોરોનો મહામારી વિસ્ફોટક બનતા દર્દીઓને ઓક્સિજનની ખૂબ જરૂરીયાત ઉભી હતી ત્યારે ભાવનગરમાં જીતો સંસ્થાએ ડીપોઝીટ લઇને ઓક્સિજન વિનામૂલ્યે આપી 1443 કોરોના દર્દીને 3066 બોટલ ઓક્સિજન પુરો પાડી માનવ જીંદગી બચાવવા કોશીશ કરવામાં આવી હતી.

કોરોના મહામારીની પરિસ્થિતિમાં એક વિકટ સમસ્યા ઓક્સિજનની અછતની છે કોરોનાગ્રસ્ત જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજન સમયસર ન મળતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા કપરા સમયમાં માનવતાની મહેક પ્રસરાવતી અને સેવાનાં મંત્રને વરેલી ભાવનગરની જાણીતી સંસ્થા જીતો ભાવનગર દ્વારા એક ઉમદા કાર્ય ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવેલ છે.

ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ સંચાલિત દાદાસાહેબ, કાળાનાળાના પટાંગણમાં જીતો ભાવનગર સંસ્થા અવિરત પણે કાર્ય કરી રહી હતી જે હવે નવા સીલીન્ડર ઇશ્યુ કરવામાં આવતા નથી. કોરોના મહામારી ભાવનગરમાં વિસ્ટોટક બની હતી ત્યારે જીતો સંસ્થા દ્વારા માત્ર ડીપોઝીટ લઇને વિનામૂલ્યે ઓકિસજન બાટલો આપવાનુ કાર્ય શરૂ કરી માનવતા બતાવી હતી. અને 1443 પરિવારોને 3066 ઓકિસજન બોટલો કોરોના દર્દીઓને આપીને માનવ જીંદગી બચાવી લેવા માટેનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...