તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની નિરસતા:અધુરા રિંગરોડથી શહેરના વિકાસને 14 વર્ષનો વનવાસ, કુલ 57 કિ.મી.માંથી માત્ર 3 કિ.મી થયો

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુનિલ વડોદરિયા, પૂર્વ ચેમ્બર પ્રમુખ - Divya Bhaskar
સુનિલ વડોદરિયા, પૂર્વ ચેમ્બર પ્રમુખ
 • વિવાદોના વમળમ‍ાં લાંબા સમયથી ગોળ ગોળ ફરે છે શહેરનો રિંગરોડ
 • R&B એ સંભાળ્યા બાદ રિંગરોડનો કેટલો ખર્ચ અને ક્યારે પૂર્ણ થશે તેનો તંત્ર કે સરકાર પણ ત‍ાળો મેળવી શકતી નથી

કોઈ પણ મહાનગરના વિકાસ માટે રિંગરોડ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ છેલ્લા 14 વર્ષથી ભાવનગરના વિકાસ માટે રિંગરોડનો વનવાસ હોય તેમ કોઈને કોઈ કારણોસર અટકેલો જ પડ્યો હોય છે. ફેઝ-1નું કામ માંડ પૂરું થયું ત્યાં ફેઝ-2માં સરકાર દ્વારા રૂ.289 કરોડ ફાળવવામાં નનૈયાનું વલણ સહિત અનેક અવરોધ આવીને ઉભા છે. વર્ષ 2015 પછી 57 કિલોમીટરના રીંગરોડ પૈકી માત્ર 3 કિલોમીટરનો જ રોડ પૂર્ણ થયો છે. અને શરમજનક બાબત તો તે છે કે, રીંગરોડનું કામ ક્યારે પૂર્ણ થશે અને કેટલો ખર્ચ થશે તેનો અંદાજ તંત્ર કે સરકાર કોઈ માંડી શકતું નથી.

ભાવનગરના રીંગરોડનો છેલ્લા 14 વર્ષથી વાતોમાં જ વિકાસ થયો છે. છતાં નેતાઓ અધુરા રીંગરોડની સારપ લેવામાં પણ પાછી પાની કરતા નથી. 14 વર્ષ પૂર્વે રીંગરોડના વિચાર બાદ 12 થી 15 કરોડના ખર્ચનો અંદાજ માંડ્યો હતો. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે, તંત્ર કે સરકારને પણ સમગ્ર રીંગરોડનો પ્રોજેક્ટ કેટલા કરોડમાં પૂર્ણ થશે અને ક્યારે પૂર્ણ થશે તેનો પણ અંદાજ નથી. ભાવનગર શહેર ફરતે રિંગરોડ કોર્પોરેશન, આરએન્ડબી(સ્ટેટ), બાડા, નેશનલ હાઈવે(સ્ટેટ), એનએચએઆઈ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને જિલ્લા પંચાયતની હદમાંથી પસાર થાય છે.

સરકાર દ્વારા રિંગરોડ બનાવવા માટે સર્વપ્રથમ બાડાને નોડલ એજન્સી તરીકે કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2015 થી નોડલ એજન્સી તરીકે આરએન્ડબી(સ્ટેટ)ને કામગીરી સોંપાયેલી છે. પરંતુ નિરમા જંકશન(સનેશ)થી લઈ શહેર ફરતા 57.515 કિલોમીટર ફરી લાકડીયા બ્રીજ થી સનેશ સુધી પહોચતા તો કદાચ ભવના ભવ નીકળી જશે. વર્ષ 2015થી શરૂ કરતા 57 કિલોમીટરના રીંગ રોડ પૈકી ફેઝ-1માં માત્ર 3 કિલોમીટરનો રોડ માંડ બનાવી શક્યું છે. કદાચિત રીંગરોડના પાચ ફેઝ પુરા થતાં થતાં તો ફેઝ-1,2 સહિતના રોડનું અસ્તિત્વ મટી ગયું હશે. પછી રીંગરોડ ગોળ ગોળ ફરતો જ રહેશે.

વિકાસ માટે પહેલી શરત છે રિંગરોડ
કોઈ પણ શહેરનો વિસ્તારમાં વધારો થાય અને તે શહેરના ટ્રાફિક અને વિકાસ માટે રિંગ રોડની આવશક્યતા ખૂબ જ હોય છે. ભાવનગર શહેરની વાત કરીએ તો નારી - સીદસર - અકવાડા વિગેરે ગામનો ભાવનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે . ભાવનગર શહેરના વિકાસ અને ટ્રાફિક અને લોકોને જોડતો રિંગ રોડ છેલ્લા લગભગ દસ વર્ષ થી કોઈ પણ કારણોસર પૂરો થયો નથી અને ક્યારે પૂરો થશે એ ખબર નથી. જ્યારે અન્ય શહેરોમાં જેમ કે અમદાવાદ - રાજકોટ વિગેરે શહેરોમાં અત્યાર સુધીમાં બબ્બે રિંગ રોડબની ગયા છે. આપડે ત્યાં એક રીગ રોડ પણ પૂરો થઈ શક્યો નથી તે ખરેખર ચિંતનનો વિષય છે. ભાવનગર શહેર માટે રિંગ રોડ તાત્કાલિક પૂરો થાય એ ખૂબ જરૂરી છે. > સુનિલ વડોદરિયા, પૂર્વ ચેમ્બર પ્રમુખ

1 જ વર્ષમા R&Bના રોડ તુટી ગયા
રીંગરોડની કામગીરી બાડા હસ્તક હતી તત્કાલીન સમયે વર્ષ 2012મા કોર્પોરેશન દ્વારા ટોપ થ્રી થી ઘોઘારોડ સુધીનો રૂ.7 કરોડના ખર્ચ બનાવેલો રોડ હજુ પણ સારો છે જ્યારે એકાદ દોઢ વર્ષ પૂર્વ આર.એન્ડ બી. દ્વારા બનાવેલા રોડ ઘોઘારોડથી એરપોર્ટ રોડ અને નારી ચોકડી થી વરતેજ વાયા સિદસર સુધીના રોડની હાલત બદતર થઈ ગઈ છે. મોટા મોટા ખાડ અને રોડમા કાકરા નીકળી ગયા છે.

રિંગરોડના કામમાં હાલમાં શું છે વિવાદ ?
ફેઝ-2 માં સિદસર બાયપાસ થી નૈમિષારણ્ય સ્કુલ સુધીના 1.620 કિલોમીટર અને હિલપાર્ક થી અધેવાડા સુધી 2.235 કિલોમીટર સુધીના રોડની ટેન્ડર પ્રક્રિયા અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા બાદ જે એજન્સીને કામ સોંપાયું હતું તે એલ-1ની સામે એલ-2 એજન્સીએ ક્રાઈટ એરિયા મુજબ ક્વોલિફાઇડ નહિ હોવાની સરકારમાં રજૂઆત કરતા હાલમાં કામ અટકીને ઉભુ છે.

જ્યારે ફેઝ-3માં નવા બંદર રોડ જંકશન થી જુના બંદર રોડ વાયા ખારલેન્ડનો 4.950 કિલોમીટર માટે રૂ.115 કરોડ, જુના બંદર રોડ વાયા ખારલેન્ડ થી લાકડીયા બ્રીજ 2.350 કિલોમીટર રોડ માટે રૂ.55 કરોડ અને લાકડીયા બ્રીજ થી નિરમા જંકશન સુધી 14.500 કિલોમીટર રોડ માટે રૂ.119 કરોડની સરકારમાં માગણી કરી છે. પરંતુ રીંગરોડ માટે રૂ.289 કરોડના અંદાજથી સરકારની આંખો ફાટી ગઈ છે અને વૈકલ્પિક રોડ માટે સુચના આપી છે પરંતુ કોર્પોરેશન દ્વારા રેલ્વેના પાટે પાટે 15 મીટર અને 36 મીટર ટીપીની દર્શાવેલી જગ્યામાં પણ આનંદનગરના અનેક મકાનોની દિવાલને રોડ અડી જાય છે જેથી તે પણ અવાસ્તવિક સાબિત થતાં હાલમાં કામ ઘોંચમાં પડ્યું છે.

જમીન અને એજન્સીના ઈશ્યૂ છે
ફેઝ-1નું કામ પૂર્ણ થયું છે ફેઝ-2 માં કામ સોંપાયેલી એલ-1 એજન્સી સામે એલ-2 એજન્સીએ વાંધો ઉઠાવતા કામ અટકેલું છે. સરકાર જે નિર્ણય કરે ત્યારબાદ કામ શરૂ થશે. વખતોવખત રજૂઆત પણ કરવામાં આવે છે. ઘણાં કિસ્સામાં જમીન સંપાદનના પણ અવરોધ આવે છે. - આર.યુ.પટેલ, કાર્યપાલક ઈજનેર આર.એન્ડ બી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો