તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારીઓ ઝડપાયા:ભાવનગરમાં જુદી જુદી બે જગ્યાએ જુગાર રમતાં 14 શખ્સોને 75 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર એલસીબીની ટીમે ગઈ મોડીરાતે અલગ અલગ બે જગ્યાએ જુગારની રેઈટ કરી બે જુગારધામ ઝડપી પાડ્યું હતું. જેમાં કુંભારવાડામાં જુગાર રમતા 9 શખ્સો પાસેથી 55,150 તથા અલંગમાં જુગાર રમતાં 5 શખ્સો પાસે થી 20,040 સહિત કુલ 75,190ના મુદ્દામાલ સાથે 14 શખ્સોને ઝડપી લીધા હતા.

કુંભારવાડામાં 9 જુગારી ઝડપાયા
ભાવનગરના કુંભારવાડા મીલની ચાલી જાહેર જગ્યામાં આવેલ પાલણદાદાનાં મંદિર પાસે ચોકમાં ઇલેકટ્રીક થાંભલાની લાઇટનાં અંજવાળા ગોળ કુંડાળુ વળી ગંજી પતાનો જુગાર રમે છે. બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમા જુગાર રમતા નવ શખ્સો પાસેથી રોકડ રૂ.55,150નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કુંભારવાડામાં જુગારમાં ઝડપાયેલા શખ્સો
1. અફઝલભાઇ ઐયુબભાઇ કાદરી(ગલી નં.06,મફતનગર,પ્રભુદાસ તળાવ, ભાવનગર)
2. મહેબુબભાઇ ઉસ્માનભાઇ રાઠોડ (વાલ્મીકીવાસ, રાણીના સ્મશાન પાસે, કુંભારવાડા સર્કલ, ભાવનગર)
3. વિનોદભાઇ મેઘજીભાઇ મકવાણા (પ્લોટ નં.180,કૃષ્ણ નિવાસ,મહાલક્ષ્મી મીલની ચાલી, ભાવનગર)
4. અર્જુનભાઇ મેઘજીભાઇ પરમાર (પ્લોટ નં.03,ખાનદાન સોસાયટી, મહાલક્ષ્મી મીલની ચાલી, ભાવનગર)
5. જીતુભાઇ વિસંભરભાઇ વર્મા (રેલ્વે કવાટર્સની પાછળ,ડો. ભીમરાવનગર,મહાલક્ષ્મી મીલની ચાલી,ભાવનગર)
6. હસનભાઇ હુસેનભાઇ ભાડુલા (હવા મસ્જીદની બાજુમાં, મફતનગર,પ્રભુદાસ તળાવ, ભાવનગર)
7. યાસીનભાઇ હનીફભાઇ શમા (શકિત પાન હાઉસ વાળો ખાંચો, મફતનગર, મહાલક્ષ્મી મિલની ચાલી, કુંભારવાડા,ભાવનગર)
8. ભાનુભાઇ ધનજીભાઇ મારૂ (પ્લોટ નં 27, ગોરધનદાસ કોલોની,મહાલક્ષ્મી મીલની ચાલી, ભાવનગર)
9. પ્રકાશભાઇ માધાભાઇ પરમાર (પ્લોટ નં.190, તુલસી નિવાસ,મહાલક્ષ્મી મીલની ચાલી,ભાવનગર)

અલંગ યાર્ડ નજીક 5 જુગારી ઝડપાયા
ભાવનગરનાં અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલંગ યાર્ડ,પ્લોટની પાસે નારણબાપુ ગોપનાથવાળાના ડેલાની પાસે જાહેરમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમે છે. તેવી બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જુગાર રમતા પાંચ શખ્સો ને રોકડ રૂ.20 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અલંગમાં જુગારમાં ઝડપાયેલા શખ્સો
1. બુધાભાઇ છડાભાઇ દીહોરા (અલંગવાડી વિસ્તાર તા.તળાજા જી.ભાવનગર)
2. જીતુ ઉર્ફે ભુરા ભીખાભાઇ પરમાર (અલંગ પ્લોટ નં.6ની બાજુમાં, ગોપી ગેસવાળાની બાજુમાં,પહાડી વિસતાર તા.તળાજા.જી.ભાવનગર)
3. રાઘવરામ રામધીરજ યાદવ (બ્લોક નં.4,મોહનનગર લીલા સર્કલ, ભાવનગર મુળ-યુ.પી.)
4. ભોળાભાઇ અચ્છેલાલ રાજભર (પ્લોટ નં.22ની સામે,અલંગ તા.તળાજા જી.ભાવનગર મુળ-યુ.પી.)
5. સુરેન્દરસીંગ બલદેવસીંગ રાજપુત (પ્લોટ નં.06ની સામે અલંગ તા.તળાજા જી.ભાવનગર મુળ-એમ.પી.)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો