તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વિધામાં:રાજ્યમાં હજુ 14 આયુર્વેદ કોલેજને મંજૂરી મળી નથી

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાંચમાં રાઉન્ડના અંતે હોમિયોપેથીમાં 1620 અને આયુર્વેદમાં 884 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીમાં પાંચમા રાઉન્ડ ની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ચોઇસના આધારે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવી છે. જોકે હજી તમામ કોલેજો અનેw મંજૂરી ન મળી હોય વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વિધા અનુભવી રહ્યા છે ખાસ કરીને આયુર્વેદમાં તો અત્યાર સુધીમાં 32 પૈકી 14 કોલેજોને હજી મંજૂરી મળી નથી.

પાંચમાં રાઉન્ડમાં આયુર્વેદમાં 984 અને હોમિયોપેથીમાં 1620 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ એડમિશન પ્રક્રિયા ની સાથે જ ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકમાં હોમિયોપેથીમાં 299 અને આયુર્વેદ કોલેજમાં 119 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. આયુર્વેદમાં 32 પૈકી 18 કોલેજોને મંજૂરી મળી છે અને તેમાં 984 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે. પાંચમાં રાઉન્ડના અંતે 550 વિદ્યાર્થી એવા હતા જેમના જુના પ્રવેશ કાયમ રહ્યા હતા તો 202 વિદ્યાર્થીઓએ અગાઉના પ્રવેશ માં ફેરફાર કર્યો હતો.

હોમિયોપેથીમાં 36 પૈકી 26 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે અને પાંચમાં રાઉન્ડના અંતે 669 વિદ્યાર્થીઓ નો જુનો પ્રવેશ યથાવત્ રાખવામાં આવ્યો હતો અને 222 વિદ્યાર્થીઓના પ્રવેશમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પાંચમા રાઉન્ડની સાથે ઓલ ઈન્ડિયાની 15 ટકા બેઠકોની માટે પ્રક્રિયા કરવામાં આવી જેમાં આયુર્વેદની 25 કોલેજોમાં 119 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો જ્યારે હોમિયોપેથીમાં 299 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો