તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેકસીનનેશન:જિલ્લામાં 13,768 લોકોએ કોવિડ વેકસીન લીધી- કોઈને પણ ગંભીર આડઅસર નહી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • ખોટી વાતો અફવાઓથી ભયભીત કે ભ્રમિત થયા વિના પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે વેકસીન લેવી જરૂરી - જિલ્લા કલેકટર

વેક્સિનેશનના બીજા તબક્કામાં કોરોના કાળમાં પ્રથમ હરોળમાં રહીને કોરોના સામેનો જંગ લડેલા ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે ગઈકાલ તા.2 સુધીમાં ભાવનગર શહેરી વિસ્તારમાં બંને તબક્કામાં મળી કુલ 6,078 તેમજ નગરપાલિકા તથા ગ્રામિણ વિસ્તારમાં કુલ 7,690 લોકોને કોવિડ વેકસીન અપાઈ ચુકી છે. પ્રથમ તબક્કાને 18 દિવસ જ્યારે બીજા તબક્કાને આજે 3 દિવસ જેટલો સમય થઇ ગયો છે.ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઈપણ વ્યકતીને રસીનું કોઈપણ પ્રકારનું રીએકશન કે આડઅસર જોવા મળી નથી.

કોવિડ વેકસીન તદ્દન સુરક્ષિત છે.અનેક પ્રમાણભૂત માપદંડોમાં ખરી ઉતર્યા બાદ આ વેકસીનનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 13,768 થી પણ વધુ લોકોને આ રસી અપાઈ ચુકી છે જેમાંથી કોઈને કોઈ આડઅસર કે તકલીફ થઈ હોવાનું જણાયું નથી. આથી કહી શકાય કે આ રસી સંપૂર્ણ સલામત છે અને દરેક નાગરિકે લેવી હિતાવહ છે. કોઈપણ પ્રકારના ખોટા નિવેદનોથી ભ્રમિત થયા વગર પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે આ રસી લેવી આવશ્યક છે.

અન્ય વિકસીત દેશોની જેમ કોરોના વાયરસના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા તમામ લોકો રસીથી રક્ષિત થઈ જાય તો સંક્રમણનું જોખમ નિવારી શકાય છે. માટે હાલનો સમય એ આ રસી લેવાનો ઉત્તમ સમય છે જેનાથી ભવિષ્યના સંભવિત જોખમથી પણ બચી શકાય છે.જ્યારે પણ રસીકરણ અભિયાન અંતર્ગત આપનો ક્રમ આવે ત્યારે જરા પણ ગભરાયા વગર રસી લેવા જાહેર જનતાને આહ્વાન કરી કોરોના સામે રક્ષણ મેળવવા કલેકટર ગૌરાંગ મકવાણાએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો