દુર્ઘટના:ભાવનગરમાં ગત વર્ષે અકસ્માતમાં 135ના મોત

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે ઓક્ટોબરના ત્રીજા રવિવારે વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ મનાવવામાં આવે છે. જેના ભાગ રૂપે ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા આ વખતે અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના સ્વજનોની હાજરીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

જેમાં અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના સ્વજનો ભાવુક થયા હતા અને તેમણે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તથા પોતાની ભુલના કારણે અકસ્માતમાં કોઈનું મૃત્યું થાય નહી તે માટે શપથ લીધાં હતા. ગુજરાત રાજ્યમાં વર્ષ 2020માં 13,398 અકસ્માતમાં 6,170 લોકોના મોત થયાં હતા.

જ્યારે ભાવનગરમાં વર્ષ 2020માં 391 અકસ્માતમાં 135 લોકોના મોત થયાં હતા​​​​​​​ જે આંકડો ચિંતાજનક છે. એએસપી સફિન હસનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડીવાયએસપી ચૌધરી, ટ્રાફિક પીઆઈ પરમાર, પીએસઆઈ રહેવર ઉપસ્થિત રહ્યાં હતા અને અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...