તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના વિરુદ્ધ રસીકરણ ચાલી રહ્યું છે તેમાં અત્યાર સુધીમાં શહેર અને સમગ્ર જિલ્લામાં મળીને કુલ 13,768થી વધુ લોકોને કોરોના વિરુદ્ધ ની રસી આપવામાં આવી છે છતાં એક પણ ગંભીર આડ-અસરનો કિસ્સો નોંધાયો નથી .
ગઈકાલ તા.2 સુધીમાં ભાવનગર શહેરી વિસ્તારમાં બંને તબક્કામાં મળી કુલ 6,078 તેમજ નગરપાલિકા તથા ગ્રામિણ વિસ્તારમાં કુલ 7,690 લોકોને કોવિડ વેકસીન અપાઈ ચુકી છે. પ્રથમ તબક્કાને 18 દિવસ જ્યારે બીજા તબક્કાને આજે 3 દિવસ જેટલો સમય થઇ ગયો છે.ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઈપણ વ્યક્તિને રસીનું કોઈપણ પ્રકારનું રીએકશન કે આડઅસર જોવા મળી નથી.કોવિડ વેકસીન તદ્દન સુરક્ષિત છે.
અનેક પ્રમાણભૂત માપદંડોમાં ખરી ઉતર્યા બાદ આ વેકસીનનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 13,768 થી પણ વધુ લોકોને આ રસી અપાઈ ચુકી છે જેમાંથી કોઈને કોઈ આડઅસર કે તકલીફ થઈ હોવાનું જણાયું નથી. આથી કહી શકાય કે આ રસી સંપૂર્ણ સલામત છે .
રસીકરણથી ભવિષ્યના જોખમથી બચી શકાય છે
કોરોના વાયરસના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા તમામ લોકો રસીથી રક્ષિત થઈ જાય તો સંક્રમણનું જોખમ નિવારી શકાય છે. માટે હાલનો સમય એ આ રસી લેવાનો ઉત્તમ સમય છે જેનાથી ભવિષ્યના સંભવિત જોખમથી પણ બચી શકાય છે.જ્યારે પણ રસીકરણ અભિયાન અંતર્ગત આપનો ક્રમ આવે ત્યારે જરા પણ ગભરાયા વગર રસી લેવા અનુરોધ કરું છું.> ગૌરાંગ મકવાણા, કલેકટર, ભાવનગર
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.