બોટાદ તથા અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાના અનેક ગામડાઓમાં બે દિવસ પૂર્વે ઝેરી કેમિકલ્સયુક્ત શરાબનુ સેવન કરવાથી સેંકડો વ્યસનીઓ ઝેરી શરાબથી અસરગ્રસ્ત થયા હતા અને એક બાદ એક વ્યસનીઓની હાલત કફોડી બનતા અમદાવાદ બોટાદ અને ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં બે દિવસની સારવાર દરમ્યાન હજુ સારવાર પૂર્ણ નથી થઈ ત્યાં 13 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં થી અધુરી સારવારે ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસની મદદ લઈ પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી
આ અંગે સિવિલ અધિક્ષક જયેશ બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે, ભાવનગરની સરકારી હોસ્પિટલ માથી ચાલ્યા ગયેલા દર્દીઓ બાબત સિવિલ અધિક્ષકનો ખુલાશો કરતા જણાવ્યું તમામ દર્દીઓ ડોકટર દ્વારા સારવારની જરૂર છે એવું કહેવા છતાં ચાલ્યા ગયા છે, આ તમામ દર્દીઓને હોસ્પિટલ દ્વારા પોલીસની મદદ લઈ પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર્દીઓના ભણતર ન હોવાને કારણે એને તે સારું લાગતા હોસ્પિટલમાંથી તે નીકળી ગયા છે. મીડિયાના માધ્યમથી જે દર્દીઓ હોસ્પિટલ માંથી ચાલ્યા ગયા છે, તો તમામ દર્દીઓ કોઈપણ જાતના સંકોચ વગર પરત આવવામાં આવે તે શુભ આશયથી જ પરત બોલાવવા પોલીસની મદદ લેવામાં આવી છે.
બોટાદ એસપીની ખાસ સૂચના, તબિયત બગડે તો તરત અમારો સંપર્ક કરો
કેમિકલ કાંડના સૌથી વધુ અસરગ્રસ્તો બોટાદ, બરવાળા અને રાણપુરના છે. ત્યારે બોટાદ પોલીસે તમામ ટીમો બે દિવસથી કામે લગાડી છે. આ વિશે બોટાદ એસપી ડો.કરણરાજ વાઘેલાએ કહ્યુ કે, હાલ અલગ અલગ ટીમો કામ કરી રહી છે. 5 ટીમો બરવાળા અને 4 ટીમો રાણપુરમાં ગોઠવી છે. અમારી બોટાદની જનતાને અપીલ છે કે, જે પણ લોકો ધ્યાને આવે કે તેમને કે આજુબાજુના કોઈને વોમિટિંગ, અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો સામે આવે. પોલીસે તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ મૂકી છે. સીએચસી સેન્ટર પર એમ્બ્યુલનસો સ્ટેન્ડ બાય છે. કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરો. હજુય કોઈને લક્ષણ દેખાય તો સામે આવે અમે સારવાર કરાવીશું. પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી વ્યસનની ટેવવાળાઓનો સંપર્ક શરૂ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.