તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાની બોડીની 13 ડિસેમ્બરે મુદત પૂર્ણ થતાં બે દિવસ પૂર્વે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં 57 કાર્યોનો નિર્ણય કર્યો હતો. પરંતુ અંતિમ ઘડીએ કરેલા નિર્ણય પૈકી પણ 13 કાર્યો નિર્ણય તો સાધારણ સભાની સત્તા હોવાથી નવી બોર્ડની નિયુક્તિ થયા બાદ જ નવા સત્તાધારીઓ કરશે. સ્ટેન્ડિંગની સત્તા આપવા છતાં કમિશનર પાસે લાકડાના તલવાર જેવી સત્તા રહી છે.
તાજેતરના શાસકોએ ટર્મ પૂર્ણ થવાની અંતિમ ઘડીઓમાં તાબડતોબ ગત 11મી ડિસેમ્બરના રોજ સ્ટેન્ડીંગ કમિટીમાં 43 કાર્યો પૈકી 42 કાર્યોને મંજૂરીની મહોર મારી હતી. ત્યારબાદ મોડી સાંજે સંગઠન સાથે સંકલન કરી 14 કાર્યોને પણ સભ્યોની અજાણતામાં મંજૂર કર્યા હતા. પરંતુ ફટાફટ કરેલા નિર્ણયોમાં 13 કાર્યો એવા મંજૂર કર્યા કે જેમને મંજૂર કરવાનો અંતિમ નિર્ણયની સત્તા સાધારણ સભાને છે. જેથી હવે આ 13 કાર્યોને નવી નિયુક્ત થનાર બોડી જ બહાલી આપવી કે નહીં તેનો નિર્ણય કરશે.
સિદસર ટીપીને મોકલવા મંજુર કરી પરંતુ મોકલાઈ નહીં
સીદસર ટીપી સ્કીમ નંબર 18ને પરામર્શ માટે સરકારમાં મોકલવા અનેક વાદ વિવાદો વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીમાંથી તો પસાર થઈ ગઈ પરંતુ સાધારણ સભામાં અટકી પડી હતી. છ મહિના સુધી કોઇ નિર્ણય ન કર્યો અંતે બોડી બરખાસ્ત થતાં કમિશનરે વહીવટદાર તરીકે સરકારમાં મોકલવાનો નિર્ણય કરી મંજુર કરી. પરંતુ સત્તા નહીં હોવાથી સરકારમાં મોકલાઈ નથી.
ક્યાં ક્યાં અટકેલા કાર્યો ?
ચાલુ નોકરી દરમ્યાન કર્મચારીનાં મોત બાદ વારસદારને રહેમરાહે નિમણૂંક આપવી À ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી મુકવામાં આવતા બાંકડાની વર્ષ 2012ની પોલિસીમાં વર્ષ 2013 માં કરેલા સુધારામાં પણ સુધારા સાથેની નવી પોલીસી À કોમ્યુનિટી હોલના ભાડાની રકમ નક્કી કરવી À કર્મચારી અને અધિકારીઓના ભરતી બઢતી નિયમોમાં સુધારો કરવો À સોલિડવેસ્ટ, ડ્રેનેજ અને ફાયર વિભાગનું રિવાઇઝ સેટઅપ મંજુર કરવું À ઘોઘાસર્કલ વિસ્તારમાં ક્લીન ફુડ સ્ટ્રીટ બનાવવા જાહેર કરી કાર્યવાહી કરવી À શહેરના જુદા જુદા આઠ સ્થળો પર સ્ટ્રીટ વેન્ડર્સ ઝોન નક્કી કરવા À ગંગાજળિયા તળાવ અંદર તથા ફરતે પે એન્ડ પાર્ક બનાવવાનો નિર્ણય કરવો À ફાયર બ્રિગેડના હેતુ માટે રાખેલી જમીન હેતુફેર કરી બોરતળાવ પોલીસ સ્ટેશન માટે સોપવી À રૂવા ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટમાં આવેલ મકાનની સ્થળ સ્થિતિમાં ફેરફાર કરવો
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.