લમ્પી વાઇરસ વકર્યો:ભાવનગરમાં લમ્પી વાઈરસથી વધુ 13 પશુઓના મોત, બુધવારે 311 કેસ નોંધાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં બુધવારે દિવસમાં 13 પશુઓના લમ્પી વાઈરસથી મોત થયા છે. જ્યારે 311 નવા કેસ નોંધાયા હતા. વધુમાં 13 ગામોમાં સંક્રમણ જોવા મળ્યું હતું. પોઝિટિવ કેસ વધવા સાથે મોતની સંખ્યા પણ વધતા પશુપાલકોમાં ચિંતા વધી રહી છે.

અત્યાર સુધીમાં 7346 કેસ નોંધાયા
ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ પણ વધી રહી છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 7346 પોઝિટિવ કેસ નોંધાયા છે.

10 તાલુકામાં 541 ગામો અસરગ્રસ્ત
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 7346 કેસ નોંધાયા છે અને કુલ 500 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. 10 તાલુકામાં 541 ગામો અસરગ્રસ્ત છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 29 હજાર 222નું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...