કોરોના અપડેટ:શહેરમાં 13 અને ગ્રામ્યમાં 4 કોરોના પોઝિટિવ દર્દી મળ્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં 159 અને ગ્રામ્યમાં 22 દર્દીઓ મળીને શહેર જિલ્લામાં કુલ 181 દર્દીઓ કોરોનાની સારવારમાં : ગ્રામ્ય કક્ષાએ 4 દર્દીઓ કોરોનામુક્ત

શહેર અને જિલ્લામાં જુલાઈ માસના અંતિમ તબક્કામાં કોરોનાનો કહેર થોડો ઓછો થયો હોય તેમ લાગે છે. આજે ભાવનગર શહેરમાં 13 અને તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં 4 મળીને સમગ્ર શહેર જિલ્લામાં કુલ 17 પોઝિટિવ કેસ મળ્યા હતા અને તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં ચાર દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. હાલ ભાવનગર શહેરમાં 159 અને ગ્રામ્ય વિસ્તારમાં 22 દર્દીઓ મળીને સમગ્ર શહેર જિલ્લામાં કુલ 181 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે જેમાં શહેરમાં 3 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 દર્દી સારવાર લઈ રહ્યા છે બાકીના 177 દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે.

શહેરમાં આજે નવા 13 પોઝિટિવ દર્દીઓ મળ્યા જેમાં વાઘાવાડી રોડ પર 42 વર્ષીય મહિલા, આંબાવાડીમાં 45 વર્ષીય મહિલા, ટોપ થ્રી નજીકના વિસ્તારમાં 41 વર્ષીય પુરુષ, વિજય રાજ નગર વિસ્તારમાં 40 વર્ષીય પુરુષ, પોલીસ લાઇન જેલ રોડ પર 43 પુરુષ, દેવરાજ નગરમાં 63 વર્ષીય વૃદ્ધ, નંદવિલા સોસાયટી નજીક લુહાર જ્ઞાતિની વાડીની પાછળ 27 વર્ષીય યુવાન, વાઘાવાડી રોડ પર 46 વર્ષીય મહિલા, પંજાબ નેશનલ બેંક નજીક 78 વર્ષીય વૃદ્ધા, ચાર ભાઈ બીડી વાળા ચોકમાં 62 વર્ષીય પુરુષ, સરદારનગર ભરતનગર રોડ પર 23 વર્ષીય યુવાન, વિજયરાજનગરમાં 18 વર્ષીય યુવાન અને ચિત્રામાં 41 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે‌.

ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે 4 નવા પોઝિટિવ કેસ મળ્યા હતા જેમાં મહુવાના માઢીયા ખાતે 43 વર્ષીય મહિલા, ભાવનગરના બુધેલમાં 42 વર્ષીય પુરુષ, મહુવામાં 39 વર્ષીય મહિલા, દિહોરમાં 38 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. આજે સિહોર અને ગારિયાધારમાં 1-1, મહુવામાં 2દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...