તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:કોરોના પોઝિટિવના 13 કેસ 12 દર્દીઓ થયા કોરોના મુક્ત

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામા આજરોજ 13 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,932 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 6 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 8 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા વલ્લભીપુર તાલુકાના રતનપર ગામ ખાતે 2, વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે 2 તથા જેસર તાલુકાના જુનાપાદર ગામ ખાતે 1 કેસ મળી કુલ 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.જિલ્લામા નોંધાયેલા 4,932 કેસ પૈકી હાલ 49 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,808 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 11 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 12 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો