લમ્પી વાઇરસનો હાહાકાર:ભાવનગરમાં લમ્પી વાઇરસના નવા 122 કેસ નોંધાયા, વધુ 5 પશુઓના મોત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6581 કેસ તેમજ 466 પશુઓના મોત થયા

ભાવનગર જિલ્લામાં લમ્પી વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એક દિવસમાં વધું 5 પશુઓના લમ્પી વાઇરસથી મોત થયા છે. તેમજ 122 નવા કેસ નોંધાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6581 કેસ તેમજ 466 પશુઓના મોત થયા છે.
લમ્પી વાઇરસના કેસમાં સતત વધારો
ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ વધી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 6581 પોઝિટિવ કેસ નોંધાયા છે.
10 તાલુકાના 506 ગામો અસરગ્રસ્ત
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાઇરસના કુલ 6581 કેસ નોંધાયા છે અને કુલ 466 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી છે. જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિત દસ તાલુકામાં વાઇરસ જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. દસ તાલુકાના 506 ગામો અસરગ્રસ્ત થયા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,29,147નું રસીકરણ કરવામાં આવ્યું છે તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...