તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સબસિડી બંધ:શહેરનાં 1.20 લાખ LPG ગ્રાહકો 10 મહિનાથી સબસિડી વિહોણા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોઈપણ પ્રકારની જાહેરાત વગર સબસિડી બંધ કરાઈ છે
 • અગાઉ સબસિડીવાળા રાંધણગેસના સિલીન્ડરની કિંમત રૂા. 550 હતી તે હવે વધીને રૂા. 702 થઈ ગઈ

ભારતમાં લોક ડાઉન થયું એ સમયથી સરકાર દ્વારા એલ.પી.જી. ગેસ સિલિન્ડર માટે સબસિડી આપવાની બંધ કરી દેવાઈ છે. હાલની તારીખમાં ભાવનગરમાં ગેસ સિલિન્ડર માટે સબસિડી મેળવતા 1 લાખ 20 હજાર જેટલા ગ્રાહકો છે. આ ગ્રાહકો ગેસ એજન્સીની સર્વિસ નો ઉપયોગ કરતા હોય તેવા છે. આ તમામ ગ્રાહકોને છેલ્લા 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છતાં સબસિડી આપવામાં આવી નથી. ઉપરાંત કોઈપણ પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી નથી કે ગ્રાહકોને ક્યાં સુધીમાં સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અત્યારે પેટ્રોકેમિકલ અને ગેસ પેદાશોના ભાવ આસમાને છે. સબસિડી વિનાના ગેસ નાં બાટલાની કિંમત 702 રૂપિયાની છે. જ્યારે સબસિડી આપવામાં આવતી હતી ત્યારે લગભગ સાડા પાંચસો જેટલા કિંમત માં એક એલ.પી.જી સિલિન્ડર પડતું હતું. 700 રૂપિયાથી પણ વધારેની કિંમતના ગેસ સિલિન્ડર હોવાથી સામાન્ય લોકોના જીવન નિર્વાહ પર તેની ખુબ માઠી અસર પડે છે.

આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા જ્યારે આઇ. ઓ.સી.એલ માં ફોન દ્વારા વાત કરવામાં આવી ત્યારે જાણકારી મળી કે અત્યારે જે સીલીન્ડરની કિંમત છે, તે ખુબ જ ઓછી કિંમતે આપવામાં આવે છે. ખરેખર તો સીલીન્ડરની કિંમત 2000 જેટલી છે. પરંતુ હકીકતમાં ઘર વપરાશના એલ.પી.જી.સીલીન્ડર જેવા જ સીલીન્ડર 700 રૂપિયામાં કોમર્શીયલ ઉપયોગ માટે વેચાતા મળતા હોય છે. આ અંગે એક નાગરિક દ્વારા કમિશનર ને રજૂઆત પણ કરવામાં આવી છે. આમ રાંધણગેસમાંથી સબસિડી દૂર કરતા મધ્યમવર્ગનું કિચન બજેટ વિખેરાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો