વિશેષ:12 પશુ સારવાર કેન્દ્ર પર પશુધન નિરીક્ષક વિહોણા

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 2 વર્ષથી ભરતીના કોઈ એંધાણ નથી, સાડા સાત લાખ પશુધન ભગવાન ભરોસે

ભાવનગર માં કુલ 28 જેટલા પશુ દવાખાનામાં પશુ ચિકિત્સા અધિકારી ની જરૂર હોય છે. જિલ્લામાં આવેલા તમામ પશુ દવાખાના માંથી ફક્ત 10 દવાખાનાઓ માં ડોકટર છે જ્યારે બાકીની 18 ડોકટર ની જગ્યાઓ છેલ્લા બે વરસથી ખાલી પડી છે. ત્યારે પશુ પાલકો ની સુવિધાઓ વધી રહી છે. દૂર દૂર નાં તાલુકાઓમાં પશુપાલન નો વ્યવસાય કરતા લોકો માટે તેમના પશુ ખરેખર તેમની માટે ધન સમાન છે છતાં 64 ટકા પશુ ચિકિત્સકોની જગ્યા ભરેલી નથી. પશુ સારવાર કેન્દ્રો પર પશુધન નિરીક્ષક ની જગ્યા પણ પાંચ મહિનાથી લઈને 2 વર્ષ થી ખાલી પડી છે.

તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા નથી. ઘણા હોસ્પિટલો માં કમ્પાઊંડર પણ ઉપલબ્ધ નથી. દર વર્ષે રોગથી ઘણા મોટા પ્રમાણ માં પશુઓની મૃત્યુ નીપજે છે. ત્યારે તંત્ર દ્વારા જો થોડું પણ ધ્યાન આપવામાં ન આવે તો પરિસ્થતિ દિવસે દિવસે વણસતી જવાની છે. જિલ્લામાં 19 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો આવેલા છે જેમાંથી ફક્ત 7 કેન્દ્રો પર પશુધન નિરીક્ષક ની હાજરી છે. બાકી નાં 12 કેન્દ્રો પર સારવાર ની સુવિધા તો છે પણ સારવાર આપવા કોઈ હાજર નથી.

ઘણી ડેરીઓ દ્વારા ખાનગી ડોકટર નિયુક્ત કરાય છે
પશુ ચિકિત્સક ઓછા છે તે વાત તદ્દન સાચી છે પરંતુ ડોકટરો ની ભરતી જી.પી.એસ.સી. દ્વારા અને પશુધન નિરીક્ષક ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે માટે તંત્ર આમાં કંઈ કરી શકે નહિ. સરકારે જ હવે ભરતીઓ કરવી જોઈએ. જોકે તાલુકા લેવલે અલગ અલગ ડેરી દ્વારા બે થી ત્રણ ખાનગી ડોકટરોને નિયુક્ત કરવામાં આવતા હોય છે જેથી તેમના ત્યાં આવતાં પશુ માલિકોને જરૂર પડે તો તેમને મદદ અને પશુને સારવાર આપી શકાય. > ડો.ડી.એમ. શાહ , નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત

પશુ દવાખાનામાં ચિકિત્સક અને નિરીક્ષકની સ્થિતિ
પશુ ચિકિત્સા અધિકારી ( હાજર) :
ભાવનગર, ઘોઘા, તળાજા, ત્રાપજ, મહુવા, જેસર, પાલીતાણા, શિહોર, ઉમરાળા, વલ્લભીપુર.
ખાલી જગ્યાઓ : નારી, વાળુકડ, દિહોર, દાઠા, ઠળિયા, ગુંદરણા, મોટા ખુટવડા બગદાણા , સાતપડા, ગારીયાધાર, કુંભણ, સોનગઢ, સણોસરા, દેવગણા, રંધોળા, પાટણા.
પશુધન નિરીક્ષક ( હાજર) : સરતાનપર, પીથલપુર, સેદરડા, ખારી, દડવા, રતનપર, જુના રતનપર (ગા), મોટી વાવડી.
ખાલી જગ્યાઓ : કોળિયાક, વેળાવદર, મોરચંદ, તણસા, જસપરા, અમૃતવેલ, લોગડી, બોદાનાનેસ, નોંધનવદર, ગણેશગઢ, હળીયાદ

જિલ્લામાં કુલ કેટલું પશુધન

પશુધનકુલ સંખ્યા
ગાય2,26,206
ભેંસ2,91,561
ઘેટાં1,28,088
બકરી1,04,133
કુલ7,44,988

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...