કોરોના અપડેટ:ભાવનગરમાં એક દિવસમાં 12 દર્દીઓ થયા કોરોના મુક્ત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં હવે 2 દર્દીઓ કોરોનાની સારવારમાં
  • શહેરમાં​​​​​​​ 10 અને ગ્રામ્ય કક્ષાએ 2 દર્દીઓ થયા કોરોનામુક્ત, હવે ગ્રામ્ય વિસ્તાર કોરોનામુક્ત

વિક્રમ સંવત 2079ના નવા વર્ષમાં ભાવનગર શહેર કે ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના એક પણ નવા કેસ નોંધાયા નથી ત્યાં આજે એક જ દિવસમાં કોરોનાના 12 દર્દીઓ રોગમુક્ત થતા હવે ભાવનગર ગ્રામ્ય વિસ્તાર સંપૂર્ણપણે કોરોનામુક્ત વિસ્તાર થઇ ગયો છે જ્યારે ભાવનગર શહેરમાં હાલ કોરોનાના બે દર્દી સારવારમાં છે. ભાવનગર શહેરમાં આજે 10 તથા ગ્રામ્ય વિસ્તારમાં આજે 2 દર્દી કોરોનામુક્ત થયા હતા. ભાવનગર શહેરમાં આજે એક સાથે 10 દર્દીઓ કોરોનામુક્ત જાહેર થતા શહેરમાં હવે માત્ર 2 દર્દી કોરોનાની સારવારમાં છે.

ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 21,880 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 198ના સરકારી ચોપડે મોત થયા છે તથા 21,680 દર્દીઓ કોરોનામુક્ત થયા તેમજ 2 દર્દીઓ હાલ કોરોનાની સારવારમાં છે. ભાવનગર ગ્રામ્ય પંથકમાં પણ આજે બે દર્દીઓ કોરનામુક્ત થતા હવે ગ્રામ્ય કક્ષાએ એક પણ દર્દી કોરોનાની સારવારમાં નથી. ભાવનગર ગ્રામ્યમાં આજ સુધીમાં કોરોનાના કુલ 8588 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 170ના સરકારી ચોપડે મોત થયા છે તથા 8418 દર્દીઓ કોરોનામુક્ત થયા તેમજ હવે ગ્રામ્ય પંથક કોરોનામુક્ત છે.

અન્ય સમાચારો પણ છે...