તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વરસાદ વિરામથી શહેરમાં બપોરે તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગરનું મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડે આંબી ગયું, ભેજનું પ્રમાણ ઘટીને 59 ટકા થઈ ગયું

ભાવનગર શહેરમાં બે દિવસથી વરસાદના વિરામની બપોર ગરમીનો પારો ઉચકાયો છે. આજે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબી જતા બપોરે અકળાવનારી ગરમી અને બફારાનો નગરજનોએ અનુભવ કર્યો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જે આજે વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. તો રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 26.4 ડિગ્રી હતુ તે આજે ઘટીને 26 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ પણ 4 ટકા ઘટીને 59 ટકા થઇ ગયું હતુ. ભાવનગરમાં પવનની ઝડપ ગઇ કાલે 22 કિલોમીટર નોંધાઇ હતી તે આજે ઘટીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. આમ શહેરમાં વરસાદનું જોર તદ્દન નબળું પડી ગયું છે. ભાવનગર શહેરમાં બપોરના સમયે ગરમી સાથે ભેજ ભળતા ઉકળાટ વધી ગયો હતો. જોકે, આજે પણ દિવસ દરમ્યાન વરસાદ વરસ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...