તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ક્રિયતા:શહેરમાં 1100 વૃક્ષો, ધરાશાયીધરાશાયી વૃક્ષો પુનર્જીવિતની રાહમાં રિપ્લાન્ટની વાત વિસરાઈ

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના રોપા વાવવા આવકારદાયક પરંતુ સીધા યુવા વૃક્ષો પણ રિપ્લાન્ટથી રોપી શકાય
  • તાઉતે વાવાઝોડાને કારણે સેંકડો વૃક્ષો જડમૂળથી ધરાશાયી થયા બાદ તેને સ્થાિનક તંત્ર દ્વારા રિપ્લાન્ટ માટે કોઈ દરકાર જ લેવાઈ નહીં, હાલમાં પણ અનેક વૃક્ષો પુનર્જીવિત થઇ શકે તેવી અવસ્થામાં

ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ સોથ વાળી નાખ્યો હતો. હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં અને મોટાભાગના મુળમાંથી જ ઉખડી ગયા હતા એટલે કે તેનું રિપ્લાન્ટ થઈ શકે તેમ હતા અને હજુ પણ થઈ શકે તેમ છે. પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને પ્રજાના પ્રતિનિધિઓના નિરસને કારણે અનેક વૃક્ષો મૃતાવસ્થામાં પડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં જ 1100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. પૃથ્વી પર વધતા જતા પ્રદુષણને કારણે પર્યાવરણ બચાવવું અતિઆવશ્યક બન્યું છે. જીવમાત્રને રક્ષિત કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જરૂરી બન્યા છે.

પરંતુ કુદરતી પ્રકોપે ભાવનગર શહેર જિલ્લામાં જ હજારો વૃક્ષો ઝડમુળમાંથી ઉખેડી ફેંકયા છે. તાઉતે વાવાઝોડામાં સૌથી વધુ નુકશાન વૃક્ષોને થયું છે. મૂળભૂત સિવાયના આર્ટિફિસિયલ વૃક્ષોને વધારે નુકસાન થયું છે. તત્કાલીન સમયે જ્યાં ને ત્યાં પડી ગયેલા વૃક્ષોનો જ નજારો જોવા મળતો હતો. અને ત્યારે નિરિક્ષણ માટે નીકળેલા નેતાઓ અને તંત્ર પણ પડી ગયેલા વૃક્ષોને વધુને વધુ પુનર્જીવિત કરવા મોટી મોટી વાતો કરી હતી. પરંતુ વાસ્તવિકતા તો તે છે કે તાઉતે વાવાઝોડાને 22 દિવસ જેટલો સમય વિત્યો છતાં રિપ્લાન્ટ થઈ શકે તેવા વૃક્ષો હાલમાં પણ યથાસ્થિતિ પડ્યા છે.

શહેરમાં પણ અનેક જગ્યાએ ઝડમુળ સહિતના વૃક્ષો પડ્યા છે. જેને રિપ્લાન્ટ કે કટીંગ કરીને પુનર્જીવિત કરી શકાય છે અથવા તો અમુક નાના વૃક્ષોને ઉભા પણ કરી શકાય છે. પરંતુ વાવાઝોડાની સાથે રાત ગઈ વાત ગઈની જેમ હવે તંત્ર અને નેતા પણ વિસરી ગયા છે.

મૂળ સાથેના યુવા વૃક્ષોનું રિપ્લાન્ટ થઈ શકે
વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જેમાં મૂળમાંથી ઉખડી ગયેલા યુવાવસ્થાના વૃક્ષોને પુનર્જીવિત કરી શકાય, તેમજ જે વૃક્ષોના પર્ણ અને ડાળમાંથી દૂધ નીકળતુ હોય તેવા જેમકે, વડલો, પીપળો, પીપર, ઉમરો જેવા વૃક્ષોની મોટી ડાળીઓના કટિંગ કરી ઉગાડી શકાય છે. જંગલ વિસ્તારમાં આ કામગીરી શરૂ છે. -સંદિપકુમાર, ડી.સી.એફ.

વૃક્ષારોપણ યાદ અાવે પરંતુ રિપ્લાન્ટ નહીં
તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસે સરકારી તંત્ર અને રાજકીય આગેવાનો, પદાધિકારીઓ પ્રતિકાત્મક એકલદોકલ વૃક્ષો રોપી ફોટા પડાવતા હોય છે પરંતુ અનેક ધરાશાયી થયેલા અને પુનર્જીવિત થઈ શકે તેવા વૃક્ષો આમને આમ જ પડ્યા રહ્યા છે. તેને રિપ્લાન્ટ કરવા માટે કોઈ સામુ આવતું નથી. રોડ પહોળા બનાવવા માનવ સર્જિત તો વારંવાર વૃક્ષોનું નિકંદન થાય જ છે પરંતુ કુદરતી સર્જિત નિકંદન નીકળતા તેને પુનઃ હરિયાળું બનાવવાની પણ પ્રજાની ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...