તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીડબોલ અભિયાન:ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા 11 હજાર સીડબોલ બનાવાયા

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 જુલાઈથી સીડબોલ બનાવવાની શરૂઆત કરવામા આવી હતી

સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા વિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે આ સીડબોલ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેર ની જુદી-જુદી શાળાના સ્કાઉટ-ગાઈડ, રોવર-રેન્જર તેમજ સીનીયર દ્વારા ચિમેર, બીલી, અશ્વગંધા, ગલગોટા, દેશી પાલખ, ફાલસા, બોરસલી, ગુલમ્હોર, તુલસી, બાવચી, ફાગુ, શતાવરી, જેવા ઔષધિય વૃક્ષો, વૃક્ષો-છોડ ના 4500 થી વધુ સીડબોલ પ્રથમ દિવસે જ બનાવ્યા હતા, આ બે-ત્રણ દિવસ દરમિયાન બીજા 8 હજાર સીડબોલ બનાવવામાં આવ્યા છે.

હાલ ચોમાસાની સિઝન દરમિયાન આ સીડબોલ બનાવી ને સરકારી ખુલ્લી જગ્યા, તળાવની આજુબાજુ માં, ડુંગરમાં, ગૌચરની જમીનમાં નાખવામાં આવશે, આ જગ્યામાં પ્રકૃતિ ખીલી ઉઠશે.આ સમગ્ર કાર્યમાટે કિશોરભાઈ ભટ્ટ દ્વારા તમામ પ્રકારની સામગ્રી અને બીજ પુરા પાડવામાં આવ્યા હતા, આ સમગ્ર પ્રોજેક્ટમાં જિલ્લા સ્કાઉટ-ગાઈડ મંત્રી અજયભાઈ ભટ્ટ, યશપાલ વ્યાસ તથા જુદી જુદી શાળાઓના બાળકોએ સીડબોલ બનાવવામાં સારી ઝેહમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...