તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 642 ગામોમાં 11 લાખ હિન્દુનો સહયોગ લેવાશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પૂ.આત્માનંદ સરસ્વતીના અધ્યક્ષતામાં સંત સંમેલન યોજાયું
 • 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લામાં નિધી સમર્પણ સમિતિનું આયોજન કરવામાં આવશે

પૂ.આત્માનંદ સરસ્વતીજીએ સમર્પણ જન સંપર્ક યોજના અંતર્ગત ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ચાલનાર અભિયાન અંગે માહિતી આપતા કહ્યું હતુ કે 15 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરી સંત રવિદાસ જયંતિ અને મહા મહિનાની પૂનમ સુધી ચાલનાર અભિયાન વિશ્વનું સૌથી મોટું જન સંપર્ક અભિયાન હશે. જેમાં 642 ગામ, 2.5 લાખ પરિવાર અને 22 લાખ હિન્દુઓનું સંપર્ક કરીને તેમના સહયોગથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય કરીશું.

ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ નિધિ સંગ્રહ અભિયાન 15 જાન્યુઆરી શરૂ કરવામાં આવશે. જે માટે જિલ્લાના દરેક ગામમાં નિધિ સંગ્રહ કાર્યાલય પણ શરૂ કરવામાં આવશે. જેના માટે નિધિ સંગ્ર સમિતિ પણ બનાવવામાં આવી છે. વર્ષોના સંઘર્ષ બાદ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરના ભવ્ય નિર્માણ માટેના આયોજન અંગે વિસ્તૃત માહિતી તેમજ સમસ્ત હિન્દુ સમાજ પાસેથી નિધી એકત્રીકરણ કરવા માટે દરેક હિન્દુ મંદિરો તેમજ દેવસ્થાનો આગળ આવે અને લોકો ઉદાર હાથે આર્થિક સહયોગ આપે તે માટે સંતો ને પોતાના સેવક સમુદાયને આહ્વાહન કરવા માટેની અપીલ આત્માનંદસરસ્વતીજી દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો