તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કઠવા ગામે જુગાર રમતાં 11 શકુની રૂ.13,300 ની રોકડ સાથે ઝડપાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ગામની સીમમાં "હેઠલા નેરા" તરીકે ઓળખાતી જગ્યામાં શખ્સો જુગાર રમતા

અલંગ પોલીસ મથકનો સ્ટાફ ગત મોડીરાત્રે પેટ્રોલિંગમાં હોઇ એ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે કઠવા ગામેથી જુગાર રમતાં અગિયાર બાજીગરોને રોકડ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.

તિનપત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાયા

ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગત મોડીરાત્રે અલંગ પોલીસ સ્ટેશનના જવાનો રાબેતા મુજબ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન પોલીસ જવાનોને બાતમી મળી હતી કે કઠવા ગામની સીમમાં "હેઠલા નેરા" તરીકે ઓળખાતી જગ્યામાં કેટલાક શખ્સો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં 11 પત્તાં પ્રેમીઓ ગોળ કુંડાળું વળીને પૈસા-પાનાં વડે તિનપત્તીનો હારજીતનો જુગાર રમતાં જણાતાં પોલીસે 11 શકુનીઓને ઝડપી લીધા હતા.

તમામ વિરુદ્ધ જુગારધારા અને સોશિયલ ડિસ્ટન્સ મુજબ ગુનો દાખલ

જુગારીઓમાં જેન્તિ રાજા મકવાણા ઉ.વ 43 રે.કઠવા, વિનુ હકા બારૈયા ઉ.વ.37 રે.કઠવા, હરેશ ધરમશી મકવાણા ઉ.વ.32 રે.કઠવા, રૂપા જોધા મકવાણા ઉ.વ.45 રે.કઠવા, ગોરધન ભીખા મકવાણા ઉ.વ.42,રે કઠવા, બુધા હકા મકવાણા, ઉ.વ.30,રે, કઠવા, જગદીશ ઉર્ફે નાનજી ખાટા બારૈયા, ઉ.વ 31 રે.કઠવા, વિપુલ ભૂપત કુડેચા,ઉ.વ 26 રે.કઠવા, દશરથ બેચર મકવાણા, ઉ.વ 32 રે,કઠવા, રમેશ ઉર્ફે બુધો પાંચા મકવાણા ઉ.વ.42 રે.કઠવા, હકો ઉર્ફે જીગર મેઘા મેર ઉ.વ.42 રે,કઠવા વાળાઓને જુગારના પટમાં પડેલી રોકડ રકમ તથા જુગારીઓના કબ્જામાં રહેલા નાણાં મળી કુલ રૂ, 13,300 તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. અને તમામ વિરુદ્ધ જુગારધારા અને સોશિયલ ડિસ્ટન્સ મુજબ અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...