પરીક્ષા ફોર્મ ભરવાનો આરંભ:ધો.10ના પરીક્ષા ફોર્મ ભરવાનો આરંભ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ13 ડિસેમ્બર સુધી બોર્ડની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે
  • તમામ ફીમાંથી વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને મુક્તિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલી રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાં ધો.10 તથા સંસ્કૃત પ્રથમાના વર્ષ 2023ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન પત્રો રેગ્યુલર થી સાથે આજથી ભરવાનો આરંભ થયો છે અને આ આવેદનપત્રો તા.13 ડિસેમ્બર રાત્રે 12:00 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ gseb.org પરથી ઓનલાઇન ભરી શકાશે. તમામ ફીમાંથી વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે સાથે આ ફીમાં લેઇટ ફીનો સમાવેશ થતો નથી.

ધો.10 ની ગુજરાત બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આવેદનપત્રો ભરવાનો આજે બપોર થી આરંભ થયો છે શાળાઓને અને વિદ્યાર્થીઓને નોંધ લઈને સમય મર્યાદામાં આવેદનપત્રો કરવા માટે જણાવવામાં આવ્યું છે ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના નિયમિત ખાનગી રીપીટર ખાનગી રીપીટર તથા પથક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત પણે ઓનલાઈન ભરવાના રહેશે આ માટે જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે તેમ ડીઈઓ સંજયભાઈ વ્યાસે જણાવ્યું હતું.

નિયમિત વિદ્યાર્થીની ફી ₹355 છે. નિયમિત રીપીટર એક વિષયના વિદ્યાર્થી માટે રૂપિયા 130, નિયમિત રીપીટર બે વિષયના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 185, નિયમિત રીપીટર ત્રણ વિષયના વિદ્યાર્થી માટે રૂપિયા 240 તેમજ ત્રણ કરતાં વધારે વિષયના નિયમિત રીપીટર માટે ફી રૂપિયા 345 રહેશે. પૃથક ઉમેદવાર એક વિષય માટે ફી રૂપિયા 130, બે વિષય માટે ફી રૂપિયા 185, ત્રણ વિષય માટે ફી રૂપિયા 240 રહેશે.

નિયમિત ખાનગી ઉમેદવાર માટે પરીક્ષાની ફી રૂપિયા 730 તેમજ ખાનગી રીપીટર માટે એક વિષય માટે પરીક્ષા ફી રૂપિયા 130, બે વિષય માટે 185, ત્રણ વિષય માટે 240 તેમજ ત્રણ કરતા વધુ વિષયના ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ માટે રૂપિયા 345 રહેશે.

અન્ય સમાચારો પણ છે...