શિક્ષકોને ઓર્ડર અપાયા:ગ્રાન્ટેડ હાઇસ્કૂલના 108 શિક્ષણ સહાયકોને પૂરા પગારમાં સમાવાયા

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્યમાં કુલ 2156 શિક્ષકોને ઓર્ડર
  • ઇ.સ.2016થી શાળાઓમાં સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને ઓર્ડર અપાયા

7 વર્ષના સમયગાળા બાદ આજે ભાવનગર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા 108 જેટલા શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારના ઓર્ડર અપાયા હતા. 2016થી ફરજ બજાવતા આ શિક્ષકોને હવે પૂર્ણ પગારનો લાભ મળતો થઇ જશે.

ઇ.સ.2016માં નિમણૂક પામેલ ભાવનગર જિલ્લાની અનુદાનિત માધ્યમિક શાળાઓના 108 જેટલા શિક્ષણ સહાયકોના પૂર્ણ પગારના ઓર્ડર અર્પણ માટે નો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભાવનગર અને સરકારના ઉપક્રમે અને જિલ્લા શિક્ષણ અધિકારી એન.જી.વ્યાસના અધ્યક્ષ સ્થાને જીઆઇડીસી ગુરુકુળ ચિત્રામાં યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ તરીકે વિજયભાઈ ખટાણા, ભાવનગર જિલ્લા માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ સંજયભાઈ ભટ્ટ તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના મંત્રી કાંતિભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન રાજ્ય કક્ષાએ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિસેમ્બર-2016માં નિમણૂંક પામેલ 2156 શિક્ષણ સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થતા તેમના પુરા પગારના હુકમ એનાયત કરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...