ભાવનગર કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મુખ્ય કાર્યો તો સામાન્ય રહ્યા હતા પરંતુ અધ્યક્ષ સ્થાનેથી ભાવનગરમાં નવા ભળેલા છ ગામોમાં આઉટ ગ્રોથ એરિયાની ગ્રાન્ટ પૈકી રૂ.10.78 કરોડના કામો મંજૂર કરાયા હતા.ભાવનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં જી.ડબલ્યુ.આઈ.એલ.ને રૂપિયા એક કરોડ સિક્યુરિટી ડિપોઝિટ પેટે આપવા, 42.83 લાખના જન ભાગીદારીના કામો, ગોરડ સ્મશાનમાં છાપરી, લીઝ હોલ્ડ પ્લોટને ઉપયોગ ફેર સહિતના જુદા જુદા 11 કાર્યોની ચર્ચા વિચારણા કરી મંજુર કરાયા હતા. અધ્યક્ષ સ્થાનેથી આઉટ ગ્રોથ એરિયાની આવેલી ગ્રાન્ટમાંથી રોડના કામને મંજૂરી આપી હતી.
સ્ટેન્ડિંગ કમિટી પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં સભ્યોને એજન્ડાનો અભ્યાસ કરવા, નીતિવિષયક બાબતોમાં સતર્કતા દાખવવી, વિકાસના કામોમાં ગમો અણગમો નહિ રાખવા સહિતના સૂચનો પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીએ છે કે, સ્ટેન્ડિંગ કમિટી માત્ર 15 થી 20 મિનિટમાં પૂર્ણ થઈ હતી જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની સંકલન એક થી દોઢ કલાક ચાલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.