શિક્ષણમાં કરો સુધાર:1.07 લાખ બાળકો પ્રાથમિકથી માધ્યમિક સુધી પહોંચતા શિક્ષણને કહી દે છે અલવિદા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાતમાં પ્રાથમિક કક્ષામાંથી માધ્યમિકમાં પ્રવેશતા 56.22 લાખ બાળકો અભ્યાસ છોડી છે
  • ભાવનગર​​​​​​​ જિલ્લામાં પ્રાથમિક કક્ષાએ કુલ 2.73 લાખ વિદ્યાર્થીઓ સામે માધ્યમિક કક્ષાએ 1.65 લાખ છાત્રો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે નવા શિક્ષણ વર્ષના આરંભે જૂન કે જુલાઇ માસમાં પ્રાથમિક શાળાઓમાં સમગ્ર રાજ્ય કક્ષાએ પ્રવેશોત્સવ યોજાય છે. જેમાં દરેક શાળા કક્ષાએ થાય છે. જેમાં શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેની તકેદારી રાખવામાં આવે છે. પણ આંકડાકીય માહિતી જોઇએ તો ખરેખર તો માધ્યમિક શાળાઓમાં હજી વધુ અસરકારક પ્રવેશોત્સવ યોજવો જોઇએ. કારણ કે પ્રાથમિક શાળાઓમાંથી માધ્યમિક શાળાઓ સુધી પહોંચતા અધધધ કહેવાય તેટલા 56.22 લાખ વિદ્યાર્થીઓ શાળાના શિક્ષણને અલવિદા કહી છે છે. ભાવનગરમાં પ્રાથમિક કક્ષાએ બાળકોની કુલ સંખ્યા 2,73,021 છે તેની સામે માધ્યમિક કક્ષાએ સંખ્યા 1,65,924 છે. આમ પ્રાથમિકમાંથી માધ્યમિક સુધી પહોંચતા 1,07,097 બાળકો શિક્ષણ છોડી દે છે.

પ્રાથમિકમાં પ્રવેશોત્સવને સફળતા પણ મળી છે. ઇ.સ.1999-2000ના વર્ષમાં ધો.1થી ધો.5ની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 22.30 ટકા હતો તે 2020-21ના વર્ષમાં ઘટીને 1.37 ટકાએ આવી ગયો છે. શાળાએ આવતા વિદ્યાર્થીઓ અધુરૂ ભણતર છોડી ન દે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના ઘડવામાં આવી છે. જેમાં સ્કોલરશિપ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકો, મોડેલ સ્કૂલ વિ. યોજનાઓ છે. પરંતુ આ વર્ષે રાજ્ય સરકારના બજેટ સાથે પ્રસિદ્ધ કરાયેલી આર્થિક સમીક્ષામાં જે આંકડા છે તે જોતા લાગે છે કે હાઇસ્કૂલના ભણતરથી હજુ મોટા ભાગના વિદ્યાર્થીઓ દુર રહી જાય છે.

ફેક્ટ ફાઇલ
કક્ષા કુલ શાળા કુલ વિદ્યાર્થી
પ્રાથમિક 45,023 84.65 લાખ
માધ્યમિક 12,709 28.43 લાખ
*(સોર્સ: ગુજરાત સામાજિક-આર્થિક સમીક્ષા- 2020-21)

કેવા પગલાં લઇ શકાય ?
પ્રાથમિકથી લઇ માધ્યમિક શાળાએ આવતા સુધીમાં 56.22 લાખ વિદ્યાર્થીઓ શાળાઓ છોડી દે છે આની માટેના મુખ્ય કારણોમાં વધતું જતું ઘરકામનું ભારણ , માધ્યમિક કક્ષાએ ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓની પૂરતી સંખ્યા ન હોવી, બહારગામ કે ઘરથી દુર શાળા હોવી, વધતો જતો ખર્ચ, કામધંધે લાગી જવું, સામાજિક નિયમો સહિતના કારણોસર પ્રાથમિક શિક્ષણ મેળવી અક્ષરજ્ઞાન મેળવી વિદ્યાર્થીઓ ભણતર છોડી છે.> ડો.નલિનભાઈ પંડીત, શિક્ષણવિદ્દ

12 વર્ષમાં હાઇ.માં 1.47 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા
ઇ.સ.2008-09ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં ધો.8થી ધો.12માં કુલ 9015 પ્રાથમિક શાળાઓ હતી અને તેમાં 29,90,000 વિદ્યાર્થીઓ હતા તેની સામે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ધો.8થી ધો.12ની 12,709 શાળાઓ છે તેમાં 28.43 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એટલે કે 12 વર્ષમાં માધ્યમિક શાળાઓમાં 1.47 લાખ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. જે ચિંતાજનક ગણી શકાય. આમ પ્રાથમિકની તુલનામાં માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર હદે ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...